આયુર્વેદ નો ખજાનો

હેલ્લો મિત્રો,
આયુર્વેદિક ખજાનો ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ શરુ કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિ તેમજ એ વનસ્પતિના ઔષધિય ગુણો વિષે માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે. તદુપરાંત જુદા જુદા રોગોમાં આ વનસ્પતિ ઔષધિયોનો પ્રયોગ કરીને કઈ રીતે સ્વસ્થ રહી શકાય એ માહિતી વિષે પણ જાણીશુ. સાથે સાથે આયુર્વેદિક ઘરગથ્થું ઉપાયો દ્વારા રોગો ને દૂર કરીને તંદુરસ્ત રહેવાની માહિતી વિષે પણ જોઇશુ. સાથે સાથે આ ચેનલમાં આવતા અલગ અલગ વિડીયો દ્વારા આપણા રોજિંદા ખોરાકમાં વપરાતા એવા શાકભાજી, મસાલા, ફાળો, અનાજ અને કઠોળની માહિતી પણ મેળવીશું. તેમજ માનવ શરીરમાં રહેલા વિટામિન અને મિનરલ્સ ની ખામીના કારણે થતા રોગો, તેના લક્ષણો અને એ રોગોને દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપાય તેમજ શરીરમાં થતી સામાન્ય તકલીફોને ઘરેલુ ઉપાય દ્વારા કેવી રીતે દૂર કરી શકાય એ માહિતી પણ આપણે મેળવીશું. આવા દરેક ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સન્સ્ક્રાઇબ કરી કરી ને બેલ બટન ને કરો જેથી અમારા વીડિયોના નોટિફિકેશન તમને મળતા રહે. ભગવાન ધન્વંતરિ આપ સર્વે મિત્રોની તંદુરસ્તી સારી રાખે એવી સુભકામના સાથે.