🌸 રેખા રાદડીયા (અમરેલી)🌸
આ ચેનલ કોઈ પ્રસિદ્ધિ કે પૈસા માટે નથી…ભગવાનની કૃપા થી મારી પાસે બધું સારૂ છે મારા માટે સૌથી મોટુ ગૌરવ એ છે કે હું મારા માં બાપ અને બાળકો માટે ખાસ છું
આ તો મારા દીલની વ્યથા છે
કારણ કે આજના સમયમાં આપણી સંસ્કૃતિ, તહેવારો અને પરંપરા ધીમે ધીમે ભૂલાઈ રહી છે.
પહેલા તહેવાર માં લોકોના ચહેરા પર ખુશી ખીલી ઉઠતી, ભાઈચારો વધતો…
પણ હવે તહેવાર ઉજવાય છે ફક્ત ફોટા અને સ્ટેટસ માટે.
એ જોતા દિલ દુઃખે છે.
આ ચેનલ મારફતે હું ઈચ્છું છું કે આપણે ફરીથી આપણી જડ સાથે જોડાઈએ,
તહેવારોનું સાચું મહત્વ સમજીએ,
આપણા મહાન પુરુષોના વિચારોને યાદ કરીએ,
અને જીવનમાં ફરી એ સંસ્કારી સુગંધ ફેલાવીએ.
અહીં તમે જોશો —
🌿 તહેવારોનું સાચું અર્થ અને આનંદ
🕉️ સત્સંગ અને આધ્યાત્મિક વિચારો
💫 હેલ્થ અને યોગ વિષયક માર્ગદર્શન
🌼 જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ
💖 મારી મનની વાતો – જે સીધી દિલથી નીકળે છે
મને ઈચ્છા છે કે આ ચેનલ મારફતે આપ પણ મારી સાથે જોડાઓ,
કારણ કે આપણી સંસ્કૃતિ જીવંત રાખવી એ આપણી સૌની જવાબદારી છે.
🙏 ચાલો, મળીને આ સુંદર સફર શરૂ કરીએ…
– રેખા રાદડીયા (અમરેલી)