૧. “ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”
૨. “ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”
૩. "શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત,
વરસે તો વાગડ ભલો, કછડો બારેમાસ."
૪. "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની."
૫. "ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત." - ખબરદાર
૬. "નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે." - ઝવેરચંદ મેઘાણી
૭. "છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત.." - દેવિકા ધ્રુવ
૭. "રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે,
કેસરવર્ણી સમરસેવિકા, કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે." ઝવેરચંદ મેઘાણી.
૮. "વિશ્વને રોશન કરી ગઈ, દીપિકા ગુજરાતની ,
સૂર્ય પણ જોતો રહ્યો, જ્યોતિકલા ગુજરાતની." -શૂન્ય પાલનપૂરી.
૯. "શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે, જો ગોદ ‘મા’ ગુજરાતની." -શૂન્ય પાલનપુરી.
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ જય ગુજરાત