Spiritual Journey

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી (SMVS સ્વામિનારાયણ સંસ્થાના પ્રવર્તમાન ગુરુ છે) કે જેઓ ભગવાન સ્વામિનારાયણના ધામમાંથી અનાદિમુક્તની સ્થિતિ પમાડવા માટે આ પૃથ્વી ઉપર દર્શન આપી રહ્યા છે. જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..

2024-25 ના વર્ષમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી (SMVS સ્વામિનારાયણ સંસ્થાના પ્રવર્તમાન ગુરુ છે)ના સંકલ્પો :
1) સુખી પરિવાર માટે મીઠી વાણી બોલવી
2) સર્વે સભ્યોને વિષે દિવ્યભાવ કેળવીએ

ઉપરોક્ત તમામ સંકલ્પોની ગાઈડ લાઇન આ લિન્ક પરથી પ્રાપ્ત થશે : https://smvs.org/cms/happy-family