મિત્રો હું પુસ્તકો વાંચવાનો શોખીન એક ડોક્ટર છું. આ ચેનલ પર હું મે વાંચેલ પુસ્તકો માંથી મને જે ગમ્યું હોય તેની ચર્ચા કરું છું. આ ચેનલ નો હેતુ એક એવું પ્લેટફોર્મ આપવાનો છે જ્યાં નવું નવું શિખતા રહેવાની ઈચ્છા ધરાવતા લોકો ભેગા થાય. જો કે અહી કોઈ પણ વાતો અતિ ગંભીરતાથી નથી કરવામાં આવતી. ઓટલા પર આપણે જે રીતે હળવા મન થી મિત્રો કે સગા વાહલાઓ સાથે વાત કરતાં હોઈએ એ પ્રકારે જ અહી હું વાત કરું છું. મારી કોઈ પણ લાઈવ સ્ટ્રીમમાં જોડાવા માટે, ચર્ચા કરવા માટે, પ્રશ્નો પૂછવા માટે અથવા તમારા અનુભવો શેર કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે. જો તમને આ ચેનલ ગમતી હોય તો આ ચેનલ ને તમે તમારી ચેનલ જ સમજો.