હિમાલય ના પહાડ મા રે..આજ મને શિવજી દેખાય છે..ભજન હંસાબેન પટેલ ના અવાજ મા..(નીચે લખેલ છે)

Описание к видео હિમાલય ના પહાડ મા રે..આજ મને શિવજી દેખાય છે..ભજન હંસાબેન પટેલ ના અવાજ મા..(નીચે લખેલ છે)

હિમાલયના પહાડ મા રે આજ મને શિવજી દેખાય છે
કેદારનાથના ધામમાં રે આજ મને શિવજી દેખાય છે

તપોવન ભૂમિ ધામ છે ને દેવોનો વાસ છે
એક એક કણ મા રે આજ મને શિવજી દેખાય છે

વાંકી ચૂકી કેડીઓને ઊંચા ઊંચા પહાડ છે
ભકતો ની ભીડ મા રે આજ મને શિવજી દેખાય છે

બરફના પહાડો ને વાયુ શીતળ વાય છે
વરસાદના છાંટ ડે રે આજ મને શિવજી દેખાય છે

ગૌરીકુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે
પાર્વતીના મંદિરમાં રે આજ મને શિવજી દેખાય છે

બદ્રીનારાયણ ધામ છે ને અલખ નંદાઘાટ છે
નારાયણના ધામમાં રે આજ મને શિવજી દેખાય છે

મુક્તકાશી ધામ છે ને ભોળાનાથ નો વાસ છે
કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે

ઋષિકેશ ધામ છે ને ભગીરથી ધામ છે
સંતોના સંગમાં રે આજ મને શિવજી દેખાય છે

હરિદ્વાર ધામ છે ગંગા ભરપૂર છે
આરતી ની જ્યોત મારે આજ મને શિવજી દેખાય છે

કૈલાશ રૂડું ધામ છે ને શિવજીનું ધામ છે
શિવજીની ગોદ મારે આજ મને શિવજી દેખાય છે

પાર્વતી ની ગોદ મારે આજ મને ગણેશ દેખાય છે શિવજીની ગોદ મારે આજ મને ભક્તો દેખાય છે

હિમાલયની ગોદ મારે આજ મને શિવજી દેખાય છે

ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર...

Комментарии

Информация по комментариям в разработке