શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો || Shree Ji Aavo Aavo Te Rang Mane Shid Lagadyo || By Bhagatji

Описание к видео શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો || Shree Ji Aavo Aavo Te Rang Mane Shid Lagadyo || By Bhagatji

*શ્રીજી આવો તો રંગ મને શીદ લગાડ્યો*

હે રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો લાગ્યો રંગ લાગ્યો....(૨)
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે કાનુડા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો હે,
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો….

હે હુંતો વ્રજ માં ગયો ને મારું મન મોહ્યુ....(૨)
એ મારી જાગી પુરવ ની પ્રીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે કાનુડા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો હે,
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો….

હે મારે રહેવુ અહીંયા ને મેળ તારો થયો....(૨)
હે હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે વાલીડા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો,
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો….

હે રંગ છાટ્યો તો છાટી હવે પુરો કરો....(૨)
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે છોગાળા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો….

હે રંગ છાટ્યો એવો કે મારુ હૈયું રંગ્યું....(૨)
હે હૈયું રહેતુ નથી હવે હાથ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે છબીલા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો

હે તારુ મુખડું જોઈને મારુ મન મોહ્યુ ....(૨)
મારા તુટે છે દિલડા નાં તાર વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે શામળીયા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો

હે દાસ માધવને આશરો એક તમારો....(૨)
હે એણે સર્વે સમર્પણ કીધાં વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે કાનુડા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
બીજો ચડ્તો નથી એકે રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીદ લગાડ્યો (૨)
હે કાનુડા મારા આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
હે વ્હાલા આવો તે રંગ મને શીદ લગાડ્યો

Комментарии

Информация по комментариям в разработке