About As :
રીબડા ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાએ આપી વિગતો.
દર્દી નારાયણના લાભાર્થે 1 ફેબ્રુ.એ રીબડામાં રક્તદાન કૅમ્પ-ભવ્ય સંતવાણી
વટ, વચન અને વીરતાના પ્રતિક, ક્ષત્રિય રત્ન (સ્વ.) મહિપતસિંહજી જાડેજાની પ્રથમ પૂણ્યતિથિએ નેશનલ હાઇ-વે પરનાં બજરંગબલી મંદિરે મહા-આયોજન
સૌરાષ્ટ્રભરના ધર્મસ્થાનકોનાં ગાદીપતિઓ, સંત વિભૂતિઓ અને ધર્માચાર્યો આશીર્વાદ આપવા પ્રત્યક્ષ ઉપસ્થિત્ રહેશે : રક્તદાતાઓને અપાશે સ્મૃતિ-ભેટ
ક્ષત્રિય-રત્ન અને વટ, વચન અને વીરતાના પ્રતિક એવા સ્વ.મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા (રીબડા માજી ધારાસભ્ય ગોંડલ)ની પ્રથમ પૂણ્યતિથિનાં સ્મરણાર્થે માનવસેવા તથા ગૌસેવા સહિતનાં સદ્દકાર્યો ચાલી રહ્યા છે. આ સત્કાર્યોને આગળ વધારવાનાં ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનાં લાભાર્થે પ્રથમ મહા રક્તદાન કૅમ્પનું આયોજન 1 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 6.00 થી બપોરે 2.00 કલાક સુધી મહારાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વૅ રીબડા ખાતે કરવામાં આવ્યું છે. આ સત્કાર્યમાં ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવશે.
આ સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા આર.એ.આર. ફાઉન્ડેશનનાં પ્રણેતા, યુવા ક્ષત્રિય અગ્રણી અને યુવા દાન શ્રેષ્ઠીવર્ય રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા)એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમારા કુળદેવી આશાપુરા માતાજી તથા ગુરૂ શ્રીપ.પૂ.લાલબાપુનાં આશીર્વાદથી સ્વ.મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તેમના જીવનમાં તેઓ ક્ષાત્ર-વટી, સિધ્ધાંતવાદી તેમજ નિતિમત્તાને માનવાવાળું વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનું જીવન એ જ સેવાનું બીજુ નામ હતું. જેમના તપ અને ત્યાગથી ગોંડલ તાલુકામાં અનેકોનેક સત્કાર્યો થયેલા છે. જેમનાં સેવાભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી માનવસેવા તથા ગૌસેવાનું પ્રથમ પૂણ્યતિથિએ આયોજન કરવામાં આવ્યું છે.
રાજદિપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ વધુમાં માહિતિ આપતાં જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાની નામાંકિત તમામ ગૌશાળાનાં લાભાર્થે 1 ફેબ્રુઆરીને ગુરૂવારે રાત્રે 9 કલાકે મહારાજ બજરંગબલી મંદિર પાસે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્સા અને સાંઇરામ દવે સંતવાણી સાથે લોકસાહિત્યનો રસથાળ પીરસશે.
આ અવસરે આદરણિય સંતો પ.પૂ.શ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ (ગધેથડ), પ.પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સાંદીપની આશ્રમ (પોરબંદર), પ.પૂ.શ્રી કરશનદાસબાપુ (પરબધામ), પ.પૂ.શ્રી મુકતાનંદ બાપુ (સુરેવધામ આશ્રમ, ચાપરડા), પ.પૂ.શ્રી ઇન્દ્રભારથી બાપુ (આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ - ભવનાથ, જૂનાગઢ), પ.પૂ.શ્રી જિજ્ઞેશદાદા રાધે રાધે - (કથાકાર), પ.પૂ.પીર યોગીશ્રી શેરનાથ બાપુ (ગોરખનાથ આશ્રમ, જૂનાગઢ), પ.પૂ.શ્રી રાજુરામ બાપુ (આનંદી આશ્રમ, વાળધરી), પ.પૂ.શ્રી બુધ્ધગીરીબાપુ શ્રીપંચ, જૂના અખાડા), પ.પૂ.શ્રી રાજેન્દ્રદાસબાપુ (નકલંકધામ, તોરણીયા), પ.પૂ.મહંતશ્રી વિજયબાપુ સત્તાધાર, પ.પૂ.મહામંડલેશ્ર્વર 1008 શ્રી રમજુબાપુ (અંબિકા આશ્રમ, સાંગાણા), પ.પૂ.મહામંડલેશ્ર્વર 1008 શ્રી હરિહરાનંદબાપુ (ભારતી આશ્રમ, જૂનાગઢ), પ.પૂ.બાપુશ્રી મોગલકુળ (મોગલધામ, કબરાઉ), પ.પૂ.શ્રી મહાદેવગીરીબાપુ (અવધુત આશ્રમ), ભવનાથ, પ.પૂ.શ્રી કમલગીરીબાપુ (ભવનાથ, જૂનાગઢ), પ.પૂ.શ્રી મોટા પીર બાવા તનસુખગીરીબાપુ (અંબાજી મહંત, જૂનાગઢ), પ.પૂ.શ્રી વેજનાથગીરીબાપુ (ગોદર અખાડા, ભવનાથ), પ.પૂ.મહંત શ્રી દિસાનંદબાપુ ગુરૂશ્રી યોગાનંદ બાપુ, (માત્રી માઁ મંદિર, જૂનાગઢ), પ.પૂ.શ્રી દાનભા બાપુ શ્રીસુરાપુરાધામ, (ભોળાદ), પ.પૂ.મામા સરકાર (માંગરોળ), પ.પૂ. મહંતશ્રી વિક્રમગીરી બાપુ (ઘેલા-સોમનાથ), પ.પૂ.ગુરૂશ્રી વિજયભાઇ જોષી (ગજાનન આશ્રમ, માલસર), પ.પૂ.શ્રી ગગનબાપુ (ઉજ્જૈન), સર્વે મહંત પરિવાર (રાંદલના દળવા), પ.પૂ.શ્રી નિરૂબાપુ (દાનેવ આશ્રમ, સણોસરા), પ.પૂ.શ્રી હસુબાપુ (ભગવા ગૃપ, રાજકોટ), સર્વે મહંત પરિવાર (ચોટીલા) તેમજ આદરણિય સ્વામી પ.પૂ.શ્રી નૌતમ સ્વામીજી (વડતાલ), પ.પૂ.કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી (સાળંગપુર હનુમાનજી મંદિર), પ.પૂ.સદ્દગુરૂ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી (એસજીવીપી), પ.પૂ.શ્રી ભક્તિપ્રકાશજી સ્વામી (સનાતન આશ્રમ, ખીરસરા) અને પૂજનીય આઇ શ્રી કંચનમાઁ (મઢડા), આઇ શ્રી મનુ માઁ (નાગલનેશ, ચીરોડા), આઇ શ્રી દેવલ માઁ (બલીયાવડધામ), આઇ શ્રી બેલી માઁ (પાણીધ્રા ધામ), આઇ શ્રી રૂપલ માઁ (રામપરા (ગીર) ધામ), આઇશ્રી જાહલમાઁ (મોગલધામ ખરેડા) આર્શિવચન આપવા વિશેષરૂપની ઉપસ્થિત રહેશે.
જાડેજા પરિવારનાં રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ મહાવીરસિંહ જાડેજાએ ઉપરોક્ત રક્તદાન કૅમ્પમાં ઉપસ્થિત રહી જનસેવા કાર્યમાં સહભાગી થવા ઉપરાંત ડાયરાની સંગત માણવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
આર.એ.આર. ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃતિઓ
આર.એ.આર. ફાઉન્ડેશનનાં પ્રણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રિબડા) દ્વારા આ સંસ્થાનાં નેજા હેઠળ વિવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા છાત્રોને શૈક્ષણિક મદદ, ગૌશાળા અને પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાકિય પ્રવૃતિઓ, શિક્ષિત-બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનાં કાર્યો, દર વર્ષે બ્લડ ડૉનેશન કૅમ્પ તેમજ વિવિધ મેડિકલ (હેલ્થ ચેકઅપ) કૅમ્પ, પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે વિવિધ પ્રકલ્પો, યુવાનોમાં દેશપ્રેમ જાગૃત કરવા અને વ્યસનમુક્તિ માટેની ઝુંબેશ, બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જેવી કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનાં પ્રયાસો આર.એ.આર. ફાઉન્ડેશન દ્વારા પ્રયોજવામાં આવે છે.
મહારક્તદાન કૅમ્પમાં રજીસ્ટ્રેશન માટે પડાપડી
આર.એ.આર. ફાઉન્ડેશનનાં પ્રણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા આયોજિત મહારક્તદાન કૅમ્પમાં રક્તદાન કરવા માટે યુવાનો-રક્તદાતાઓમાં ભારે જૂવાળ જોવા મળી રહ્યો છે.
Информация по комментариям в разработке