શિરે છે લોબડીને ચારણ છું.. ગઢ જુનાળાની નાગબાઈ છું.. | રાજભા ગઢવી | Nagbai maa patan | Rajbha Gadhavi

Описание к видео શિરે છે લોબડીને ચારણ છું.. ગઢ જુનાળાની નાગબાઈ છું.. | રાજભા ગઢવી | Nagbai maa patan | Rajbha Gadhavi

Rajbha Gadhvi ...
Nagbai Maa Mandir Darshan Patan
શિરે છે લોબડીને ચારણ છું.. ગઢ જુનાળાની નાગબાઈ છું.. ગાયક રાજભા ગઢવી...
Shire Che Lobdi Ne Charan Chu..Gadh Junala Ni Nagbai Chu ... Rajbha Gadhvi
Video editing by Charan Hamir
રાજભા ગઢવી

શિરે છે લોબડીને ચારણ છું.. ગઢ જુનાળાની નાગબાઈ છું.. | રાજભા ગઢવી | Nagbai maa patan | Rajbha Gadhavi

જય મોગલ મા
હું એક રાજભા પ્રેમી જીવ છુ, માતાજીની કૃપાથી થોડુ ઘણુ લખતા, વાંચતા આવડે છે, તો એમ થયુ કે કાંઈક એવુ લખીયે જે મારા જેવા રાજભા પ્રેમી જીવ હોય એને પણ ગમે, તમને વાંચ્યા પછી મજા આવે કે નહી એની તો મને ખબર નથી, પણ લખવા સમયે મને બવ મજા આવે એ મને ખબર છે,

હવે આ એકવીસમી સદીમાં લેખકના ક્યાં તુટા છે?
સવારે ઉઠીને વોટસપ ખોલો એટલે હજારો મારી જેવા લેખકોના અવનવા વિચારો આવે જ છે, મને પણ લખવાનો શોખ, પણ હું એટલે ખોટુ સાહસ ન કરતો કારણ કે આપણે લખીયે ઈ બીજાને વાંચવુ તો ખરાને? એનો સમય ન બગડે એટલે લખતો નહી, પણ હવે જો વાત રાજભા ગઢવીની જ છે તો પછી લખવુ પડે, લખવુ પડે અને લખવુ જ પડે,

હું રાજભાનો ચાહક છુ એટલે એમ પણ કહીશ કે " અમારાથી જેવુ તેવુ બોલાઈ નહી, જેવુ તેવુ લખાઈ નહી "

હવે મુદ્દો ઈ છે કે રાજભા વિશે આ ભાઈ શું કામ લખતા હશે?

રાજભા વિશે એટલે કારણ કે " દુનિયા આખીમાં રાજભા ગઢવી પોતે જ એક એવા છે કે જે રાજભા ગઢવી છે, "
એટલે એમ કે ઈ માણસને કોઈ સાથે સરખાવી શકાય એવુ છે જ નહી, હું કહું અને તમે માની લો ઈ વાતમાં કાંઈ દમ જ નથી, પણ તમે બધા જોવો છો, સાંભળો છો, એટલે તમને વધુ સમજાવવાની કાંઈ જરૂર નથી.

રાજભા તો રાજભા છે સાહેબ,

ગુજરાતના ગમે ઈ છેડે રહેતા બાળક, યુવાન કે વૃદ્ધ પાસે જઈ અને રાજભાનું નામ કે રાજભાનું સપાંખરૂ વગાડી લેવાની છુટ છે જો ના ઓળખી જાય તો તો થઈ રયુ છેને બાપ, ઈ ઓળખી જાય એટલુ નહી, પરંતુ ઈ પણ સાથે સાથે માર... માર... માર... કરવા માંડશે, મે તો અખતરો કરેલો છે હો, સરખુ સાંભળતા નહોતા એવા ઘરડા દાદા પાસે સપાંખરૂ વગાડ્યુ તો દાદા પણ મોજમાં આવી ગયા કે વાહ કવિરાજ, વાહ રાજભા.... ઘડીક તો મને પણ એમ થયુ કે " લે... આલે, રાજભાનું સપાંખરુ તો બહેરાના કાન સુધી પણ પહોચી ગયુ"

એકાદ વર્ષ પહેલા કેશોદ મુકામે રાજભા ગઢવી અને શૈલેષ મહારાજનો, મંદબુદ્ધિનાં બાળકોના લાભાર્થે ડાયરો હતો, જેમા હું ગયો હતો અને ત્યાં જે અનુભવ કર્યૉ, આ...હા.... મોજના તોરા છુટી ગયા હો, શૈલેષ મારાજ ભજન ગાતા હતા ત્યાં સુધી તો બધાય મંદબુદ્ધિના બાળકો સાવ શાંતિથી બેઠા હતા, હલતા ચલતા નહોતા, અને જાણે કાંઈ ખબર જ ન પડતી હોય એમ બેઠા હતા, કારણ કે આપણનેય હજી સંતવાણીમાં ટપ્પો ન પડતો હોય તો આ તો મંદબુદ્ધિન

Комментарии

Информация по комментариям в разработке