Nandno Kunwar Mane Ghadi Ghadi Sambhre નંદનો કુંવર મને ઘડી ઘડી સાંભરે | Krishna Bhajan Jayaben

Описание к видео Nandno Kunwar Mane Ghadi Ghadi Sambhre નંદનો કુંવર મને ઘડી ઘડી સાંભરે | Krishna Bhajan Jayaben

જય શ્રી કૃષ્ણ 🌼🙏

આજ નું ભજન - નંદનો કુંવર મને ઘડી ઘડી સાંભરે 🌺🙏

રાગ : નંદબાબાને માતા જશોદાજી

નંદનો કુંવર કાન ઘડી ઘડી સાંભરે
ગમતું નથી હવે જરીએ ગોકુળમાં...નંદનો...

સૂના મંદિર સૂની સૂની અટારીઓ
કોને આધારે અમે રહીએ ગોકુળમાં...નંદનો...

ભર્યા ભાણે અમને ભોજન ન ભાવતા
અંતરની વાત કોને કહીએ ગોકુળમાં નંદનો...

મશરૂની ગાદીઓમાં નીંદર ન આવતી
આંખે આંસુડા અમે ભરીએ ગોકુળમાં નંદનો...

વ્હાલો ગણ્યો એ તો વેરી થઈ બેઠો
કોને પોતાના અમે ગણીએ ગોકુળમાં...નંદનો...

બિંદુનો શ્યામ નથી મનથી ભુલાતો
વ્હાલે મૂક્યાં છે મધદરિયે ગોકુળમાં...નંદનો...


ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને -    / jayabenrajawadha  

મારા Facebook પેજ ને લાઈક કરો -   / jayabenrajawadha  

Like. Comment. Share. Subscribe.

Комментарии

Информация по комментариям в разработке