TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab

Описание к видео TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab

TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab


00:00 Introduction
00:21 Narara Tapu
03:41 Nadabet Border
06:18 Polo Forest in Gujarat
07:51 Don Hill Station in Ahwa
10:37 Kalo Dungar Kutch Gujarat

નંબર 1 પર છે નરારા ટાપુ (Narara bet Jamnagar)

જામનગરથી 60 કિમી દૂર વાડીનાર બંદર પાસે આવેલું નરારા ટાપુ એક એવી જગ્યા છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખુલ જા સિમ-સિમ કેહતા હોઈ એમ જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે.કારણ કે આ ઓટ આવે ને ત્યારે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે.ત્યારે અહીના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળશે ,કેવા કેવા જીવ જોવા મળશે તો એ પણ કહી દઉં તો અહીંયા સ્ટાર ફીશ,પફર ફીશ,ગ્રીન ક્રેબ એટલે આપણે પેલો લીલો કરચલા હોય ને એ સાથે બીજા 30 વધુ જાતના બીજા કરચલાં પણ જોવા મળશે એની સાથે ,આઠ પગધારી ઓક્ટોપસ,200 જાતની માછલી,3 જાતના કાચબા, 20થી વધારે જાતના જીંગા,94 જાતના દરિયાઈ પક્ષીઓ,37 જાતના પરવાળા,108 જાતની લીલ અને દરિયાઈ સાપની સાથે સમુદ્રી ફૂલો અને ઘણી બધી વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.

નંબર 2 પર છે નડા બેટ - સીમા દર્શન (Seema Darshan at Nadabet)

24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટે પણ સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી,આ સીમા દર્શનમાં તમને બીએસએફ જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે.સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા સિવાય બિજે ક્યાંય નહિ મળે..BSfની આ રિટ્રીટ સેરિમનીને બોવ જ વખાણવામાં આવે છે એને જોવા માટે આખા દેશના ખૂણે ખૂણેથીં લોકો નડા બેટે ઉમટી પડે છે અને એની સાથે ત્યાં ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના ખેલ પણ યોજવામાં આવે છે એ જોઈને તો સવા સેર લોહી વધી જશે. અને બીજું કહું ને તો તમને ત્યાં BSFના કેમ્પમાં હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSfના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે.

નંબર 3 પર છે પોળો ફોરેસ્ટ (Polo Forest in Gujarat)

ગુજરાતના વિજય નગર તાલુકાના અભાપુર ગામ પાસે 400 ચોરસ કિ.મીમાં પોલો ફોરેસ્ટ પથરાયેલું છે.જેને જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય, અને એમાં પણ સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે અહીંયા જશોને તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે.અહીંયા તમને 450થી વધુ પ્રકારના ઔષધી છોડ,30 પ્રકારના સસ્તન પ્રાણીઓ,32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ અને 275 પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને પાછા રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી એ તો અલગ જ પોળોમાં ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો પણ આવેલા છે.

નંબર 4 પર છે ડોન હિલ્સ (Don Hill Station in Ahwa)

સાપુતારાથી ૫૫ કિમી અને આહવાથી 33 જ કિલોમીટર દૂર આ ડોન ગામ આવેલું છે. જેની ઊંચાઇ 1000 મીટરની છે અને પાછું આ ડોન હિલ્સ સ્ટેશન સાપુતારા કરતા પણ વધારે ઊંચું છે. આ સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા પહાડો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે આ સાંભળીને તો એવું થાય કે ડોન હિલ સ્ટેશન ગુજરાતના હિલ સ્ટેશનોનું ડોન જ છે,જેવું નામ એવું કામ એટલે પ્રકૃતિની માણવા માટે ડોન હિલ સ્ટેશન એક બેસ્ટ ઓપ્શન છે.

નંબર 5 પર છે કાળો ડુંગર (કચ્છ) (Kalo Dungar Kutch Gujarat)

૪૫૮ મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.અહીં 400 વર્ષ જુના દત્તાત્રેય ભગવાનના મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે.

Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

Connect with us at Facebook!
  / vtvgujarati  

Follow us on Instagram
  / vtv_gujarati_news  

Follow us on Twitter!
  / vtvgujarati  

Join us at LinkedIn
  / vtv-gujarati  

Комментарии

Информация по комментариям в разработке