અમારી નાવને વ્હાલા કિનારે...દેવાંગભાઈ જાની - 10-09-2024

Описание к видео અમારી નાવને વ્હાલા કિનારે...દેવાંગભાઈ જાની - 10-09-2024

અમારી નાવને વ્હાલા કિનારે...

(રાગ – સુહાની ચાંદની રાતે હમે સૌને – મુક્તિ)

અમારી નાવને વ્હાલા કિનારે લાવશો કયારે
દયા સાગર ગણાવો છો દયા વરસાવશો ક્યારે
અમારી નાવને...

મૂંઝાયો જીવ માયામાં, કશી સમજણ નથી પડતી
બૂઝાવે આગ આ દિલની, જગા એવી નથી જડતી
અમારો હાથ ઝાલીને, તમે ઉગારશો કયારે
દયા સાગર...

અમે તો રાતને દિવસ તમારા ગુણલા ગાતા
છતાં શાને આ દુનિયામાં, દુઃખોના વાયરા વાતા
અમારી આંખના આંસુ, પ્રભુજી લૂછશો કયારે
દયા સાગર...

અમારી આશને વ્હાલા તમે નિરાશ ના કરશો
તમે સિંધૂ અને બિંદુ જુદાઈ ના હવે ગણશો
અમારા ઉરની અરજી, તમે સ્વીકારશો ક્યારે
દયા સાગર...

યૂનિવર્સલ ટ્રેડ સેન્ટર - c/o. શ્રી ભાવેશભાઈ ચૌહાણ
બાલાજી સેન્ડવિચ સામે ની શેરી, જૂની શ્રી રાજ ટોકીઝ વાલી શેરી , રાજકોટ

Комментарии

Информация по комментариям в разработке