Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Описание к видео Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

#ભક્તિકીર્તનસંગ્રહ #geeta_by_krishna #geetaadhyay #geetagyan #gujaratikirtan #krishnakirtan #કીર્તન #newsong #krishnalove #bhagwatgeeta #gujaratibhajansongs #ગીત
#ભાગવત #geetasaar

====== ભગવદ્ ગીતા સાર =====


ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ
જે કોઈ એના શરણે જાશે એના તેના મટે અંતર દાહ

પેહલા રે આધ્યાયમાં અર્જુન સામે લડવા જાય
ધર્મની રક્ષાને કારણ બાંધવ હણવા જાય
સાગા સબંધી જોઈને હિંમત હારી જાય
નથી લડવું કહીને એના શાસ્ત્રો હેઠા થાય

બીજા રે આધ્યાયમાં કરે વાલો કુશળતાની વાત
જન્મ ને મૃત્યુ રે અર્જુન નથી કોઈને હાથ
જન્મ્યો તે મારવાનો એતો નક્કી વાત તું જાણ
આતમ તારો અમર રેસે નથી એને કોઈ ઘાત

ત્રીજા રે આધ્યાયમાં કહે વાલો કરમ તારું કર
કરમ રે વિનાનું અર્જુન પોતે નઈ કોઈ પાર
કામ તારી બુદ્ધિમાં છે તું કરજે એનો નાશ
કામનાનો નાશ થાતા તારા પાપનો થાશે નાશ

ચોથા રે આધ્યાયમાં વાલો મારો વચનમાં રે બંધાય
ભક્તોની રક્ષા કાજે ધરું છું અવતાર
શાને કાજે કરમ છોડી બંધનમાં રે બંધાય
સાચી શ્રદ્ધા હૈયા રાખીને સોંપી દેજે કાય

પાંચમા આધ્યાયમાં કહે વાલો ભોગવીને ત્યાગ
રાગ તારા છોડી દેજે છોડી દેજે દ્વેષ
કર્મ તારું જીવન અર્જુન એનાથી નવ ભાગ
પાપ પુણ્ય છોડીને તું યોગમાં રે લાગ

છઠ્ઠા રે આધ્યાયમાં કરે વાલો સન્યાસીની વાત
સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ
સંકલ્પોથી પર થઈને કરજે મનને વશ
કરમ તારી સાથે રઈને કાઢી લેશે તારો કહ

સાતમા રે આધ્યાયમાં કહે વાલો ભક્તોની વાત
રાગ દ્વેષ છોડી અર્જુન શ્રદ્ધા હૈયા રાખ
સર્વે રે ભક્તોમાં મારો જ્ઞાની રેસે પર
જેવા રૂપને ભજિસ અર્જુન તેવા થાશે દર્શન


આઠમા આધ્યાયમાં કહે વાલો બ્રમ્હની વાત
અહમ તારો ત્યાગી મુજને પામી લે સાક્ષાત
જીવન આખું રટજેને પ્રભુ તારો તાત
અંત વેળાએ આવીને મળશે વાલોજી સાક્ષાત

નાવમાં આધ્યાયમાં કહે વાલો કણ કણમાં મારો વાસ
મારી રે ઈચ્છાથી સઘળે કર્યો છે મેં નિવાસ
જળ થળને ચેતન સર્વે માં છે મારો વાસ
ભક્તો કેરા યોગ ક્ષેમ સદાય મારી પાસ

દસમા આધ્યાયમાં કહે વાલો જગત મારુ રૂપ
જે જે તને સારું લાગે તેમાં મારો વાસ
આખા રે જગતમાં વ્યાપ્યા મારા તેજ અને ધૂપ
આખી રે શ્રુષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ

અગિયારમા આધ્યાયમાં ધરે વાલો વિરાટનું રૂપ
તેજોમય ક્રાંતિને અદ્દભુત દેખાય એનું રૂપ
આખી શ્રુષ્ટિ મુખ માહી દેખાય છે રે અનુપ
કર્મ ફળની આશા છોડીશ તો પામીશ મારુ રૂપ

બારમા આધ્યાયમાં કહે વાલો ભક્તિની વાત
કર્મો તારા અર્પણ કરી તારી બુદ્ધિ મુજને આપ
સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છાને વશમાં રાખ
કર્મ ફળની આશા છોડી તારું મન ચરણમાં રાખ

તેરમા આધ્યાયમાં કહે વાલો તન મારુ ક્ષેત્ર
ક્ષેત્રજ્ઞ છે આતમ તારોને તેજ મારુ નેત્ર
આખા રે જગતને જોજે તારા ખુલા રાખી નેત્ર
ઉદ્ધાર રે આતમનો થાશેને ઉજ્જવળ થાશે તારું ક્ષેત્ર

ચૌદમા આધ્યાયમાં કહે વાલો ત્રિગુણીની વાત
સત્વ રજ ને તમો ગુણીથી ભરી તારી કાય
ત્રણેય ગુણથી પર થઈને કરજે મનને વશ
બ્રમ્હ તને સેજે મળશે પામી લેજે એનો ત્રાગ

પંદરમાં આધ્યાયમાં કહે વાલો જગત પીપળ વૃક્ષ
કર્મો કેરા બંધન તેમાં માયાના છે અતૂટ
વૈરાગ્યના શસ્ત્રો વડે પડશે તેમાં તૂટ
જગત કેરો પાલનહારો પ્રભુ તારો તાત

સોળમાં આધ્યાયમાં કહે વાલો દેવી શાસ્ત્ર
કામ ક્રોધને લોભ છોડી દયા હૈયે રાખ
આસુરી તત્વથી તારી અધમ થશે જાત
ઉદ્ધાર રે આતમનો કરવા ઘસી નાખજે જાત

સત્તરમા આધ્યાયમાં કહે વાલો શ્રદ્ધા હૈયે રાખ
જેમાં જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત
હરિઓમ તત્તસત જીવન કેરો સ્ત્રોત
સત્વગુણી ફળ છોડીને સત્કર્મમાં જોડાય


અઢારમા આધ્યાયમાં કહે વાલો ત્યાગ કેરો મર્મ
કરમ તારા છોડવામાં નથી ત્યાગ કેરો ધર્મ
કરતા કેરો ભાવ છોડીને સાંભળીલે ધરમ
કર્મ કરતા દેહ છૂટે તે છે તારો ધરમ
પ્રજ્ઞાચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય

પડળ રે માયાના તૂટતાં બાંધવ હણવા જાય
જે કોઈ એના ગુણલા ગાશે એની વાલો પકડશે બાય
નંદી તારા શરણે આવ્યો વાલા સંભાળજે એની અરજ

ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ
જે કોઈ એના શરણે જાશે તેના મટે અંતરના દાગ

Album: શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке