balaji hanumanji dada rajkot kashtabhanjan dev live arti બાલાજી હનુમાનજી દાદા કષ્ટભંજન આરતી રાજકોટ

Описание к видео balaji hanumanji dada rajkot kashtabhanjan dev live arti બાલાજી હનુમાનજી દાદા કષ્ટભંજન આરતી રાજકોટ

રાજકોટની મધ્યમા કરણસિંહજી હાઇસ્કુલ ના ગ્રાઉન્ડમાં આવેલા શ્રી બાલાજી હનુમાનજી મહારાજની સંધ્યા આરતી લાઈવ

AARTI LYRICS


II બાલાજી હનુમાનજી મહારાજની આરતી. II
જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઈ રાજી. જય૦ ૧
આંક કુસુમની શોભે વૈજંતી માળા (૨) ભાંગો દુઃખ દુઃખિયાના, (૨) ગરવી ગદાવાળા જય૦ ૨
સિંદુર ચર્ચિત કાયા, શોભે છે સારી (૨)નામ તમારું જપતાં (૨) અંતર દ્યો ઠારી જય૦ ૩
વાગી સાંગ લખનને, મૂર્છા થઈ ભારી (૨)સંજીવની લઇ આવ્યા (૨) દ્રોણાચલ ધારી જય૦ ૪
શોકસિંધુમાં ડૂબ્યા, ભાઈ ભરત જ્યારે (૨)આવી અચાનક ચિંતા (૨) ટાળી તમે ત્યારે જય૦ ૫
જન્મતા સૂરજ પકડ્યો, રાહુને માર્યો (૨)રામશરણ લાવીને (૨) વિભિષણને તાર્યો જય૦ ૬
યુદ્ધે અર્જુન રથની, રક્ષા કરનારા (૨)સહાયક પાંડવ જનના (૨) કૌરવ દલનારા જય૦ ૭
ધર્મદેવને ભવને, ભીડ સમય ભાળી (૨)કૃત્યાઓ કાળીને (૨) પગથી પડતાળી જય૦ ૮
લાવી શ્રીઘનશ્યામ, સોંપ્યા ભક્તિને (૨)દુઃખ કાપ્યું સુખ આપ્યું (૨) નમું આ શક્તિને જય૦ ૯
વર્ણીરાજની વનમાં, કરી ઘણી સેવા (૨)કૂળદેવ સત્સંગના (૨) દેવાધિદેવા જય૦ ૧૦
યુગ યુગમાં અંજનેય, ચિરંજીવ વિચરો (૨)નરતનુ નારાયણની (૨) સમરે સેવા કરો જય૦ ૧૧
ત્રેતે રામને સેવ્યા, દ્વાપરે વાસુદેવ (૨)સ્વામિનારાયણ પ્રભુની (૨) કરી કલિમાં સેવ જય૦ ૧૨
સકલ કામના હીન, દીન હરિ આગે (૨)આપો સર્વે જનને (૨) વાંછિત જે માગે જય૦ ૧૩
બુદ્ધિ પ્રબળ બહુ નિર્મળ, બળવંત છો બંકા (૨)હજુયે તારા વાગે (૨) લંકામાં ડંકા જય૦ ૧૪
રુદ્ર અગ્યારમા શિવજી, કાળ દાનવનાં (૨)સુખકર્તા દુઃખહર્તા (૨) સર્વે માનવનાં જય૦ ૧૫
એક નિષ્ઠ ઉપાસક, રામ તણા કેવા? (૨)શ્રી હરિ વચનામૃતમાં(૨) યાદ કરે એવા. જય૦ ૧૬
જપતાં મંત્ર તમારો, સુત વિત્ત ભોગ મળે(૨)રામચરણ રતિ જાગે(૨) પાપ બધા પ્રજળે. જય૦ ૧૭
ૐ નમો હનુમતે, ભય ભંજનાય (૨) સુખં કુરૂ ફટ્ સ્વાહા (૨) જપે રંક ને રાય જય૦ ૧૮
મંદમતિ બલહીન, ભવે ભટકતો હું(૨) શરણ તમારૂં મળતાં (૨) શાંતિ પામ્યો છું. જય૦ ૧૯
ગુરૂ ગુણાતીત સેવક, બાલમુકુંદ સ્વામી,(૨) કરી પ્રતિષ્ઠા તમારી (૨) બાલાજી નામી જય૦ ૨૦
અદ્‍ભુત આરતી આપની, જે ભાવે ગાશે, (૨)કળિમળ કિલ્બિષ જાશે (૨) સુખ શાંતિ થાશે જય૦ ૨૧
રાજદુર્ગના રાજા, સહાય સદા કરજો (૨) દાન એટલું માગું (૨) સંકટ સૌ હરજો. જય૦ ૨૨


જય કપિ બળવંતા, જય કપિ બળવંતા, (૨) સુર નર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા; જય. 0
પ્રૌઢ પ્રતાપ પવનસુત ત્રિભુવન જયકારી ;(૨) અસુરરિપુ મદગંજન (૨) ભવસંકટ હારી. જય. ૧
ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે, (૨) હનુમંત હાક સુણીને (૨) થર થર થર કંપે. જય. ૨
રઘુવીર સહાય ઓળંગ્યો સાગર અતિ ભારી, (૨) સીતા શોધ લે આયે (૨) કપિ લંકા જારી. જય. ૩
રામચરન રતિદાયક શરણાગત ત્રાતા, (૨) પ્રેમાનંદ કહે હનુમંત (૨) વાંછિત ફળદાતા. જય. ૪


હનુમંત ગુણાષ્ટક
નીતિપ્રવીન સબે નિગમાગમ, શાસ્ત્રમેં બુદ્ધ રૂ બંકે અપારા, શ્રીરઘુનાથકે મંત્રી અનુપહો, તાહિતે રામકું પ્રાનસેં પ્યારા;
પ્રૌઢ શરીર સીંદુરસેં સોહત, નૈષ્ટિકકે મધ્ય ઇન્દ્ર ઉદારા, શ્રીરઘુવીરકે દૂત મહાબલ, કષ્ટ હરો હનુમાન હમારા ૧
રાવનકે સુત શકિત ચલાઇસો, આઇ લગી અતિશે દુઃખકારી,કંઠમેં પ્રાન રામાનુજકે હીત, લાયે સંજીવની ઔષધિ ભારી;
લાયે ઉઠાઇ દ્રોણાચલ વેગસેં, રામકેં પક્ષકી પીરસો ટારી, શ્રીરઘુવીરકે દૂત મહાબલ, પીર હરો હનુમાન હમારી..... ૨
બહુત પ્રકારકી ડાકીની શાકીની, ભૈરવ ભૂત અતિ બિકરાલા, કૃત્યા રૂ વીર પિશાચ નિશાચર, જાહીકું દેખી ડરે તતકાલા;
જયાહીકો મંત્ર જપે સુત વિત્તદ, ટારત તાપ રૂ રોગ વિશાલા; શ્રી રઘુવીરકે દૂત સદા મમ, કષ્ટ હરો હનુમંત કૃપાલા...૩
જ્યાહીકો નામ સુનીકે તતક્ષન, ભાગતહે બ્રહ્મરાક્ષસ ઘોરા, જ્યાકે પ્રતાપસેં પ્રેત પિશાચ રૂ, ભાગત ભૂત કબંધ કઠોરા,
જ્યાકે પ્રતાપ ડરે સબ ડાકિની જોગની જાદુ ભાગે ચહું દૂરા, શ્રીરઘુવીરકે દૂત મહાબલ, હે હનુમંત હરો દુઃખ મોરા.....૪
આપકે ભકત અનન્ય હે તાહીકે, વાંછિત કામકે પૂરનહારા, દુર્બલ દીન રિપુ ભય વ્યાકુલ, તાહીકે હો તુમ ઇષ્ટ ઉદારા;
વાંછિત મોર સો દેહુ દયાનિધિ, વંદત હું તોય વારહીવારા; શ્રી રઘુવીરકે દૂત મહાબલ, કષ્ટ હરો હનુમંત હમારા........૫
હાક સુને જબહી તુમરી તબ, રાક્ષસકી ત્રિય ગર્ભકું ત્યાગે, જંત્ર રૂ મંત્રકે જાન જાદુગર, નામ તુમાર સુની ડરી ભાગે.
તાહિતે સંકટ નાશ કરો, કહે મુકતદાસ પ્રભુસો અનુરાગે; શ્રીરઘુવીરકે દૂત મહાબલ, હે હનુમંત એહી વર માગે...... ૬

Комментарии

Информация по комментариям в разработке