(531) પડવે બાંધી મેં તો પ્રીત ભજન લખેલું છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

Описание к видео (531) પડવે બાંધી મેં તો પ્રીત ભજન લખેલું છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

પડવે બાંધી મેં તો પ્રીત
મારો વાલો બન્યા પ્રીતમ
દુનિયા ભલે બોલે રે
બીજે બીજુ કઈ ના જી રે
ત્રિકમ વિના ના વાય વાણુ
ભલે દુનિયા બોલે રે
ત્રીજે તુલસીજીના વન
મારો વાલો પ્રાણજીવન
દુનિયા ભલે બોલે રે
ચોથે જમનાજીના ઘાટ
એ ઝાલ્યો મારો હાથ
દુનિયા ભલે બોલે રે
પાંચમે પુરયા મનના કોડ
કરો ધુણી રણછોડ
દુનીયા ભલે બોલે રે
છઠ્ઠે વનરાવન ની વાટ
વાલો જોતા મારી વાટ
દુનિયા ભલે બોલે રે
સાતમ સોળે સજ્યા શણગાર
વળી મેદી મેલી હાથ
દુનીયા ભલે બોલે રે
આઠમે જોડી આવ્યા જાન
વાલા રાખ્યું મારું માન
દુનિયા ભલે બોલે રે
નવમે નાનપણ નો સાથ
ફેરા ફર્યા અમે સાત
દુનિયા ભલે બોલેરે
દશમે આપ્યા અમને દાન
મળ્યા વનરાવન ની વાટ
દુનીયા ભલે બોલે રે
એકાદશી મારા નાથ
મારા હૃદય કમળના પ્રાણ પ્રિતમ
દુનિયા ભલે બોલે રે
બારસે બોલ્યા મારા નાથ
ગોપી તું રાધા સમાન
દુનિયા ભલે બોલે રે
તેરશ તેડી લાવ્યા નાથ
હું તો ચાલી સંસારની વાટ
દુનિયા ભલે બોલે રે
ચૌદશ હતિ ચાંદની રાત
પ્રભુ મળ્યા સાથ
દુનિયા ભલે બોલે રે
પુનમ ની તીથી પુરણ કહેવાય
મારા વાલા વિના ના રહેવાય
દુનીયા ભલે બોલે રે
સોળશો ગોપીયુ ભેગી થાય
ગણેસવર મંડળ નાચી કુદી

Комментарии

Информация по комментариям в разработке