🦜🏵️મારા કાના તને કોણ વાલું લાગે 🏵️🦜(લખેલું છે) દક્ષાબેન

Описание к видео 🦜🏵️મારા કાના તને કોણ વાલું લાગે 🏵️🦜(લખેલું છે) દક્ષાબેન

કાનુડા કાનુડા તને કોણ વાલું લાગે છે (૨)
ગાયોના ટોળામાં બેસી બંસી બજાવતો
કાનુડા કાનુડા તને ગાયો વાલી લાગે છે

કાનુડા કાનુડા...

વૃંદાવનમાં તો રાસ રચાવ તો
ગોવાળો ની સાથે ગેડી દડો રમતો
કાનુડા કાનુડા તને ગોવાળ વાલા લાગે છે

કાનુડા કાનુડા....

જૂનાગઢમાં જાતો ને મામેરા ભરતો
કાનુડા કાનુડા તને નરસિંહ વાલો લાગે છે

કાનુડા કાનુડા...

મેવાડ જાતો ને મીરા ને મળતો
કાનુડા કાનુડા તને મીરાબાઈ વાલી લાગે છે

કાનુડા કાનુડા...

કૌરવ ને કીધા તંગ પાંડવો ને સાથે રાખે
કાનુડા કાનુડા તને પાંડવ વાલા લાગે છે

કાનુડા કાનુડા...

વિદુરની ભાજી ખાધી શબરી ના બોર ખાધા
કાનુડા કાનુડા તને વિદુર વાલા લાગે છે

કાનુડા કાનુડા તને ..

બોડાણા ના ગાડી બેસી દ્વારિકાથી આવ્યા
બોડાણા ની લાજ રાખવા ગંગાબાઈ ને તારિયા
કાનુડા કાનુડા તને બોડાણો વાલો લાગે છે

કાનુડા કાનુડા....

ગોપીઓની મટકી ફોડી યમુના કાંઠે જતો
કાનુડા કાનુડા તને ગોપીઓ વાલી લાગે છે
કાનુડા કાનુડા તને રાધા વાલી લાગે છે

વૈકુંઠમાં ઢોલ ને કરતાલ
નાચી કૂદીને સખીયો ગાય છે
કાનુડા કાનુડા તને સખીઓ વાલી લાગે છે
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке