Aankh Mari Ughade Tya Sita Ram Dekhu | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |

Описание к видео Aankh Mari Ughade Tya Sita Ram Dekhu | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |

‪@meshwalyrical‬
Presenting : Aankh Mari Ughade Tya Sita Ram Dekhu | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |

#ram #shreeram #lyrical #gujaratibhajan #devotional

Album Name : Ram Bhajan - 07
Audio Song : Aankh Mari Ughade Tya Sita Ram Dekhu
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Mayur Dave
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics

આંખ મારી ઉધડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું

સીતારામ સીતારામ રચના ઉચ્ચારે
રામનો આનંદ મારે અંતરે આવે

રામાયણ હોય મારી અંતરની આંખો
રામે દીધી છે મને ઉડવાની પાંખો

આંખ મારી ઉધડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું

રામના વિચારો મારે અઢળક નાણું
ગાવું મારે નિશદિન રામનું ગાણું

રામ ભક્તો મારે સગાને સંબંધી
છૂટી ગ્રંથી તૂટી મારી માયાની બંધી

આંખ મારી ઉધડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું

શુધ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી
સહુ સઁતો આશિષ દેજો એવી

જેણે રામ રસ રટતા રટતા રે ચાખ્યો
એણે સઁસાર ને મિથ્યા કરી રે નાખ્યો

આંખ મારી ઉધડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું

એ રસ ધ્રુવ અને પ્રહલાદે ચાખ્યો
એ રસ હનુમાને હૃદય માં રાખ્યો

એ રસ જાણે છે શબરી ની ભક્તિ
સીતારામ દેતા સૌ જીવને મુક્તિ

આંખ મારી ઉધડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું (2)

Комментарии

Информация по комментариям в разработке