સાધન દીપિકા સત્સંગ સત્ર 1 - કૃષ્ણદત્ત શાસ્ત્રીજી | Sadhan Deepika Session 1 Krushnadutt Shastriji

Описание к видео સાધન દીપિકા સત્સંગ સત્ર 1 - કૃષ્ણદત્ત શાસ્ત્રીજી | Sadhan Deepika Session 1 Krushnadutt Shastriji

અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો.
આપ નવા વિડીયો માટે જાણકારી મેળવવા ઇચ્છતા હો તો Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
https://chat.whatsapp.com/HB2OyuQJ4Pf...
અથવા નીચેના મોબાઈલ નંબર પર માત્ર whatsapp કરો.
9867003720 & 9227788599

શ્રી ગોપીનાથજી પ્રભુચરણ નું નિર્ગુણ પુષ્ટિભક્તિ સંપ્રદાય માં અસાધારણ મહત્વ છે.

શ્રી ગોપીનાથજી વિદ્યા અને વ્યવહાર માં ઘણા કુશળ હતા. આપશ્રી એ શ્રીમહાપ્રભુજીના નિર્દેશન અને દેખરેખ માં રહી ને પરંપરા અનુરાર વેદ-વેદાન્ત વગેરા શસ્રો નું અધ્યયન કર્યું અને અણુભાષ્ય, સુબોધિની જેચા સાંપ્રદાયિક ગ્રંથો નું અધ્યયન પણ શ્રી મહાપ્રભુજી પાસે થી મેળવ્યું હતું.

‘स्ववंशे स्थापिताशेषस्वमाहात्म्य:’

શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં સંપૂર્ણ માહત્મ્ય અને એશ્વર્ય નું સ્થાપન કર્યું છે. જો આપશ્રીએ પોતાના અશેષ મહાત્મ્ય નું સ્થાપન પોતાના વંશજ માં ના કર્યું હોત તો તે પુષ્ટિ-ભક્તિ નો પ્રચાર અને પ્રસાર કરવામાં સમર્થ ના થઇ શકતા. આ માટે શ્રીમહાપ્રભુજી એ સ્વયં શ્રી ગોપીનાથજી ને આચાર્યપદ પ્રદાન કરી સ્વયં ના અશેષ મહાત્મ્ય નું વંશજ માં સ્થાપન સિદ્ધ કર્યું હતું.

‘आत्मा वै जायते पुत्र:’.......

આ પ્રમાણ થી જ શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણરૂપ થી પોતાના પુત્ર માં ચરિતાર્થ કરી પોતાની આત્મા ને જ પ્રાદુર્ભૂત કરી માહત્મ્ય સ્થાપિત કર્યું.

શ્રી ગોપીનાથજીએ નાની વય માં જ સાંપ્રદાય ની સંપૂર્ણ જવાદારી સાંભળી લીધી હતી. શ્રીમહાપ્રભુજીએ પુષ્ટિભક્તિ માર્ગ ના તત્વ સિદ્ધાંત અને ફળ પક્ષો ને સમજાવવા માટેના ઘણા ગ્રંથોની રચના કરી હતી,પરંતુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ લૌકિક-વૈદિક કર્તવ્યો ને નિભાવવાની સાથે દૈનિક જીવનને કેવી રીતે સેવા-સત્સંગમય બનાવવી તેનું જ્ઞાન આપવા માટે કોઈ ગ્રંથ ની રચના કરી નહતી. આ અતિ મહત્વનું કાર્ય શ્રી ગોપીનાથજીએ ‘સાધન દીપિકા’ નામના સુંદર ગ્રંથ ની રચના દ્વારા કરી.

શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ના આધાર પર, વિશેષ ‘સર્વ નિર્ણય ગ્રંથ’ નો આશ્રય લઈને પિતાના સિદ્ધાંત ની પ્રમાણિકતા અને શ્રી મહાપ્રભુજીની સંમતતા હોવાની પુષ્ટિ કરી છે, આ ગ્રંથ માં સાંપ્રદાયિક સેવા-પ્રણાલી અને સિદ્ધાંતોની ચર્ચા છે.અને સેવા દ્વારા પ્રભુ પ્રાપ્તિ, પ્રભુ દર્શન અને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઇ શકે તેનું સુંદર નિરૂપણ છે.

‘સાધન દીપિકા’ પુષ્ટિ સાંપ્રદાય નો બહુજ મહતવન નો ગ્રંથ છે,આ ગ્રંથ ને પુષ્ટિમાર્ગ ની આચાર સંહિતા કહી શકાય. શ્રીનાથદ્વારા અને શ્રીવાલ્લાભ્કુલ ના નિજગૃહ માં પ્રણાલિકા આં ગ્રંથ ના આધારેજ ચાલી રહી છે.

આપશ્રી એ શ્રીવલ્લભ ના પ્રતીનીધી આચાર્યના રૂપ માં શ્રીવલ્લભ ના ગ્રંથોને જ પોતાના ગ્રંથો અને ઉપદેશ દ્વારા લોકો સુધી પહોચાડ્યા. અને નુતન સરળ સહજ દુખ રહિત પદ્ધતિ અને આનદ યુક્ત વ્યવસ્થા નું નિર્માણ એન ભારતીય ધર્મ દર્શન સંસ્કૃતિ અને કૃષ્ણ પ્રેમ નો જ પ્રચાર પ્રસાર કર્યો. આવા અત્યંત પ્રેરક ભક્તિમય શ્રી વલ્લભ પ્રતિનિધિ, જેમને પોતાના જીવનકાલ ના પચાસ વર્ષ ને પુષ્ટિ સંપ્રદાય ના પાયા ને સુદ્રઢ કરવા માં વિતાવ્યા હોય તેવા આચાર્યવર્ય શ્રી ગોપીનાથજી ના સુંદર ગ્રંથ ને સમજવાની એક કોશિશ...

Комментарии

Информация по комментариям в разработке