સતી સીતાજીના ખોળા ભરાયા (નીચે લખેલું છે) - New Gujarati Kirtan 2023 - Sita matani karun gatha

Описание к видео સતી સીતાજીના ખોળા ભરાયા (નીચે લખેલું છે) - New Gujarati Kirtan 2023 - Sita matani karun gatha

#gujaratikirtan #godsong
#સત્સંગ #gujaratisong #mahilamandal
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong
#કીર્તન #gujaratikirtan #gurubhajans
#gurubhaktisong #prachin_bhajan
#sitamatabhajan #sitaji #sitaram
#viralsong #newsong #sitaramkirtan
#ayodhya #shreeram
‪@R.M.voice1981‬

====== સતી સીતાજીના ખોળા ભરાયા =====

સતી સીતાજીના ખોળા ભરાણા
ધોબણ ગઈ તી ગીત ગાવા
ત્યાં ધોબણ ગઈ તી ગીત ગાવા

ઘરે આવી ત્યાં ધોબીએ પૂછ્યું
ક્યાં ગઈ તી તું ગીત ગાવા
ક્યાં ગઈ તી તું ગીત ગાવા

સતી સીતાજીના ખોળા ભરાણા
ત્યાં ગઈ તી હું ગીત ગાવા
રામ ત્યાં ગઈ તી હું ગીત ગાવા

છ છ મહિના રાવણે રાખ્યા
તોયે રામે પાછા રાખ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

ધોબીના વચન રામે સાંભળ્યા
સીતાજીનો રામે ત્યાગ કર્યો રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

લક્ષ્મણ લક્ષ્મણ વીરા લક્ષ્મણ
સીતાજીને વનમાં મૂકી આવો રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

કાળા ઘોડા કાળા વસ્ત્રો
સીતાજીને વનમાં મેલવા હાલ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

પેલું વન મેલ્યું બીજું વન મેલ્યું
ત્રીજા તે વનમાં ઉતાર્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તે બીક અમને લાગે રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

વનમાં ભાભી ઋષિના આશ્રમ
ત્યાં સેવા કરજોને તમે રેજો
ધોબણ ગઈ તી ગીત ગાવા

લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તે ભૂખ અમને લાગે રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

વનમાં તે ભાભી વનફળ જાજા
ખરેલા વનફળ તમે ખાજો રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તે તડકા લાગે રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

વનમાં તે ભાભી લીલી વનરાયું
ઝાડવાને છાંયે તમે રેજો રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તે તરસું લાગે રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

વનમાં તે ભાભી નદીને તળાવ
પાણી પીજોને તમે રેજો રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

સાસુજીનો જાયો મને મેલીને હાલ્યો
મારી માડીનો જાયો નવ મેલે રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

ઘરે આવ્યા ત્યાં રામે પૂછ્યું
સીતાજીને ક્યાં મેલી આવ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

પેલું વન મેલ્યું બીજું વન મેલ્યું
ત્રીજા તે વનમાં ઉતાર્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

ઘડો ફૂટેને રામ ઠીકરી રે રજળે
સીતાજીને રજળતા મેલ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

જળ વિનાની રામ માછલી તરફડે
સીતાજીને તરફડતા મેલ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

ગાય વિનાનું રામ વાછરું રે ભાંભરે
સીતાજીને ભાંભરતા મેલ્યા રામ
ધોબણ ગઈ તી ગીત ગાવા

સતી સીતાજીના ખોળા ભરાણા
ધોબણ ગઈ તી ગીત ગાવા
ત્યાં ધોબણ ગઈ તી ગીત ગાવા

Комментарии

Информация по комментариям в разработке