પાટીદારોની ઇન્દ્ર ઉપાસના પાલોદરના શુકન તા.૩/૪/૧૯૯૭ ફાગણ વદ અગિયારસની અમૃત પટેલે તૈયાર કરેલવિડિયફિલ્મ

Описание к видео પાટીદારોની ઇન્દ્ર ઉપાસના પાલોદરના શુકન તા.૩/૪/૧૯૯૭ ફાગણ વદ અગિયારસની અમૃત પટેલે તૈયાર કરેલવિડિયફિલ્મ

#indra, #folk , #લોકસાહિત્ય , # સંસ્કૃતિ,

પાલોદર મલાઈ માતાના શુકન ભાગ - ૧
ભારતીય વૈદિક લોક સંસ્કૃતિની પરંપરા આજે પણ જીવિત છે.કૃષ્ણ ભગવાને ગોકુળ,વૃંદાવનમાં જે ઇન્દ્રની પૂજા અર્ચના થતી હતી તેને બંધ કરાવીને ગોવર્ધન પર્વતની પૂજા દાખલ કરાવી કેટલાકના મતે તેમણે પોતાની પૂજા ઉપાસના દાખલ કરાવી. તેમ છતાં ઉત્તર ગુજરાત ઊંઝા આસપાસના અનેક ગામોમાં પાટીદારો આજે પણ ઇન્દ્રની પૂજા ઉપાસના ના લોકોત્સવ બેબે કે ત્રણ ત્રણ દિવસ સુધી યોજે છે. પાલોદર ગામમાં મલાઈ માતાના શુકન વિશે ઇસવીસન ૧૯૯૭ તા ૩/૪/૧૯૯૭ ના ફાગણ વદ અગિયારસ અને ગુરુવાર તેમજ તા. ૪/૪/૧૯૯૭ને શુક્રવાર બારસના દિવસે શૂટિંગ કરેલ. તેને આજે પાટીદારોની ઇન્દ્ર ઉપાસનાની વિડિયો ફિલ્મના બારમા મણકા રૂપે આ દિશાના રસિકજનો તેમજ અભ્યાસીઓ માટે યુટ્યુબ ઉપર મુકવામાં આવ્યો છે.આ પાલોદર ગામના શુકનના કુલ ત્રણ ભાગ છે.તા.૩/૪/૧૯૯૭ ના દિવસે શૂટિંગ કરેલ ભાગ ૧ - મા શુકન પહેલા થતી વિધિ અને ભાગ ૨માં શુકનની મહત્વની વિધિઓ એમ બે ભાગમાં વિભાજીત કરેલ છે.ત્રીજા ભાગમાં તા.૪/૪/૧૯૯૭ને રાત્રિની ભવાઈ અને મહાકાળીની સગડીઓ દર્શાવવામાં આવી છે. જ્યારે .જુદા જુદા ગામમાં થતા શુકન વિષેના કુલ ચૌદ ભાગ આ સાથે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ છે.આ ઇન્દ્ર ઉપાસના ના મહોત્સવો વિષેની ઝીણામાં ઝીણી વિગતોની નોંધો કરવામાં આવી છે જેને પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યું છે . તે પુસ્તકમાં આ વીડિયોના કયું આર કોડ આપેલ હોઈ કોઈ પણ વાચક આ વિડિયો ફિલ્મો જોઈ શકશે. દરેક વિડિયો ફિલ્મમાં ડાયરીમાં ઝીણામાં ઝીણી વિગતોની નોંધો કરતા જે વ્યક્તિ દેખાય છે તે આ વીડિયો ફિલ્મોનું પોતાના ખર્ચે નિર્માણ કરાવનાર સંશોધક અમૃત પટેલ પોતે છે.
આજ થી સત્યાવીસ વર્ષ પહેલા ગણપતિના આ શુકનની તેમજ અન્ય ગામમાં જોવાતા શુકનની વિડિયોગ્રાફી કરી હતી. આટલા વર્ષ આ વીડિયો ધરના કબાટમાં પડ્યા રહ્યા. પહવે નિવૃત્તિના આ દિવસોમાં તે વિડિયો કેસેટો માંથી પેનડ્રાઈવમાં તેનું રૂપાંતર કરી, જૂની ડાયરીઓના પાનાઓ વાચી આ ગણપતિ બાપા ના શુકનની પચાસ પાનાઓ ભરીને તેની વિગતવાર નોંધો તૈયાર કરી, સ્ટુડિયોમાં બેસીને જૂના વીડિયોનું એડિટીંગ કરવી,ટાઇટલ બનાવી,વોઇસ શુટીંગ અને વોઇસ એડીટિંગ કરી આજે આ વીડિયો ફિલ્મ તૈયાર કરી અને આજે આ યુટ્યુબ પર અપલોડ કરી દીધી છે.શુભ કામમાં દેર શું કામ કરવી. આવા અનેક ગામોના શુકનની વિડિયોગ્રાફી પડી છે તેમાંથી આવી વિડિયો ફિલ્મ તબક્કા વાર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે.
( આ અગાઉ ઐઠોર ગણપતિના શુકનની, ગોરાદના મલાઈ માતાજીના શુકનની, ઉનાવા ભદ્રકાળી માતાજીના શુકનની, બ્રાહ્મણવાડાના બ્રહ્માણી માતાજી ના શુકન, તેમજ ભાખરના આગિયા વીર વૈતળના શુકનની વિડિયો ફિલ્મ અપલોડ કરવામાં આવી છે. આપ તે જોશો.ગ
ઊંઝા પાસેના ઐઠોર ગામે પ્રાચીન ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.ત્યાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પચમના દિવસે ગણપતિના શુંકન જોવામાં આવે છે. ઉત્તર ગુજરાતનો આ પ્રદેશ તે તો સરસ્વતી નદી કાંઠાની સભ્યતાનો પ્રદેશ છે.ભલે આપણે સિન્ધુ ધાટીની સભ્યતાના પ્રદેશ તરીકે ભણ્યા હોઈએ,હકીકતે આ પ્રદેશ સરસ્વતી નદી કાંઠાની સભ્યતાનો પ્રદેશ છે.
ઋગ્વેદની ઋચાઓ પ્રમાણેની ઇન્દ્રની ઉપાસના આજે પણ પ્રચલિત છે આ પ્રદેશમાં જીવિત છે.ઐઠોર ગામે તો ઇન્દ્રના વેશમાં જ ગણપતિના શુકન જ જોવાય છે. આસપાસના બીજા ગામોએ તો ઈન્દ્રનું વાહન ( ઐરાવત )હાથીઓ કાઢવામાં આવે છે. ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ શુકન નો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.દરરોજ રાત્રે ભવાઇના વેશો ભજવાય, દિવસે રામાયણ અને મહાભારત ની કથા નાયકો દ્વારા માંડવામાં આવે છે. આ લોક બત્રીસીના શુકન હોઈ લોકો એક બીજાનો આદર કરે, કોઈ ઉઘરાણી ન કરે, કોઈ ખરાબ શબ્દના બોલે,આખો દિવસ ગણપતિ બાપા નું સ્મરણ કરે, અણુજો પાળે,ખેતરનું તમામ કામકાજ બંધ રાખે, ધેર આવેલા મહેમાનોની સરભરા કરવામાં અને ગણપતિના નિવેદ અને કરબટા ઓમાં વ્યસ્ત રહેતા હોય છે. આ મહોત્સવો વિષેની ઝીણામાં ઝીણી વિગતોની નોંધો કરવામાં આવી છે જેને ભવિષ્યમાં પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવશે. દરેક વિડિયો ફિલ્મમાં ડાયરીમાં ઝીણામાં ઝીણી વિગતોની નોંધો કરતા જે વ્યક્તિ દેખાય છે તે આ વીડિયો ફિલ્મોનું પોતાના ખર્ચે નિર્માણ કરાવનાર સંશોધક અમૃત પટેલ પોતે છો છે. આ વીડિયો ફિલ્મના શૂટિંગ માટે જવા આવવા માટે ની સુવિધા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા પૂરી પાડવામાં આવી હતી તેની સાભાર નોંધ લેવી જોઈએ. )A collection of oral culture and oral tradition of North gujrat india.
folktale, folktales, folktales, Indian culture and tradition, cultural heritage of india, Indian culture, Indian culture e કરો heritage, Indian lifestyle, Indian history and culture, cultural history of india, Indian American culture, Indian culture and civilization, ancient Indian history, fairytale stories, Indian folktales, Indian folk stories, Indian Vedic tradition, folk, folk festival, Indian tradition, Indian Vedic,social marketing, social listening, Indian folktales,

Комментарии

Информация по комментариям в разработке