દોડી આવું રે તારા ભજનમાં

Описание к видео દોડી આવું રે તારા ભજનમાં

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook :   / shyammahilamandal  
Instagram :   / shyammahilamandal  
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on

ભજન:- રાગ:- નહીં મેલુ રે તારા ફળિયામાં......

દોડી આવું રે તારા ભજનમાં દોડી આવુ
ચાલી આવું રે તારા મંદિરે ચાલી આવુ
ચાલી આવો રે તારા ચરણોમાં ચાલી આવુ

શેરીઓ શણગારું ને તોરણ બંધાવું
કંકુ કેસરના હું તો સાથિયા પુરાવુ
હું તો વાટલડી તારી જોઉ જોઉ જોઉ ....દોડી આવુ રે.....

તારી તે મોરલી મારા કાળજડે વાગી
કાળજડે વાગી હું તો ઝબકીને જાગી
હું તો જાગી તેવી વન વન ભાગી ભાગી ભાગી. ..દોડી આવુ રે....

જોઈને રૂપ તારું મલકે છે મુખડું
મલકે છે મુખડું ને આપે છે સુખડું
તને પામીને હૈયુ મારું ખોયું ખોયું ખોયું. ...દોડી આવુ રે.. ..

ગોપીઓની સાથે બાંધી છે પ્રીતડી
બાંધી છે પ્રીતડી ને જોઉ તારી વાટડી
તને જોઈને હૈયુ મારું મોહ્યુ મોહ્યુ મોહ્યુ.....દોડી આવુ રે....

તમે છોગાળા લાગો છો રૂપાળા
લાગો છો રૂપાળા ઓ મોરલીવાળા
તારી મોરલી પર જાઉ હું તો વારી વારી વારી....દોડી આવુ રે....

ભાવેથી તારી ભક્તિ કરું છું
ભાવથી હું તારા ભજન ગાઉ છું
મારી ભક્તિમાં રહે ના કોઈ ખામી ખામી ખામી. ..દોડી આવું રે...

Комментарии

Информация по комментариям в разработке