Swamishri Mara | Video Kirtan | Mehul Thakkar, Naroda |

Описание к видео Swamishri Mara | Video Kirtan | Mehul Thakkar, Naroda |

Kirtan Lyrics :
સદ્‍ગુરુની દયા વિના ચાવી ન મળે સુખની, કૃપા જો હોય મારા નાથની...
ભેટ મળે સદ્‍ગુરુની.... ભેટ મળે સદ્‍ગુરુની...

સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... (2)
શ્રીજી મૂર્તિમાં રમનાર, શ્રીજી ઇચ્છાથી દેખાનાર.. (2)

સ્થિતિ અનાદિની કરાવવાનો સંકલ્પ રૂડો શ્રીજી એ કીધો,
એહ અર્થે દર્શન દીધા, વ્હાલા સ્વામીશ્રી દયાળ (2)
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... 01

સાગર દયાનો વ્હાલનો દરિયો, મારગ છે આ તો મૂર્તિના સુખનો (2)
દિવ્યતાનો ભંડાર મારી ભૂલોના ભૂલનાર, ભૂલોના ભૂલનાર...(2)
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... 02

હું તે તું વળી તું તે હું એ, વચનો કીધા વ્હાલા ગુરુદેવે (2)
કોણ મિલા હૈ કૈસા કીયા હૈ, ફાવી ગયા આ વાર (2)
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... 03

છેલ્લા સુખની મોજો માણવા અનાદિમુક્તોની પંક્તિમાં ભળવા,
એક જ ઉપાય રાજી કરવા.. શ્રીજી ને સ્વામીશ્રી દ્વાર..
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... 04

દિવ્યભાવનો માર્ગ જો જડે, કોણ છો આપ એની થાવકી ઘેર પડે (2)
પ્રીતિ કરી આત્મબુદ્ધિ કરીએ, આપ મૂર્તિમાં રાખનહાર... (2)
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર... 05

દુખના ડુંગરો તોડી નાંખો, બોક્સ ચશ્માનું ફોડી નાખો (2)
ચારે ફેરા ઓ નો અંત લાવી બિરદ, પૂરૂ કરો આ વાર... (2)
સ્વામીશ્રી મારા સંકલ્પ હરિના મળ્યા છે તારણહાર....

🥳 Round - 1ના મુકતોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા કૃતિઓ તૈયાર કરી છે.

🎊 તો આવો દરરોજ નિહાળીએ નૂતન કૃતિઓને અને મહારાજ અને ગુરુજીનાં મહિમાસભર થઈ અને સર્વેને Share કરીને તેમને પણ મહિમાસભર કરીએ.

Комментарии

Информация по комментариям в разработке