માથે બેણલુ રે રાધા જણ ભરવાને જાય... કીર્તન લખેલું છે |

Описание к видео માથે બેણલુ રે રાધા જણ ભરવાને જાય... કીર્તન લખેલું છે |

માથે બેણલુ રે રાધા જણ ભરવાને જાય.
હાથમા લાકડી રે કાનો પાછળ પાછળ જાય.
કાના પાછા વરો રે હુતો જણ ભરવાને જાવ.
પાછો નય વરુ રે હુતો ગાયો ચારવા જાવ.
માથે .....
હાથમા છાબણી રે રાધા ફુલ વીણવા જાય.
ખંભે કામણી રે કાનો પાછળ પાછળ જાય.
કાના પાછા વરો રે હુતો ફુલ વીણવા જાવ.
પાછો નય વરુ રે હુતો વાણીયે ફરવા જાવ.
માથે......
માથે મટુકણી રે રાધા મહીણા વેચવા જાય .
હાથમા વાસણી રે કાનો પાછળ પાછળ જાય.
કાના પાછા વરો રે હુતો મહી વેચવા જાવ.
પાછો નય વરુ રે હુતો ધણ લેવા જાવ.
માથે.....
ઓઢી ઓઢણી રે મૈયર જાય.
માથે પાઘણી રે કાનો પાછળ પાછળ જાય.
કાના પાછા વરો રે હુતો મૈયર જાવ.
પાછો નય વરુ રે હુતો સાસરીયે જાવ.
માથે.....
હાથમા ખંજરી રે રાધા સત્સંગ મંડણમા જાય.
હાથમા બંસરી રે કાનો પાછળ પાછળ જાય.
કાના પાછા વરો રે હુતો સત્સંગ મંડળમા જાવ.
પાછો નય વરુ રે હુતો દર્શન દેવા જાવ.
માથે....

Комментарии

Информация по комментариям в разработке