Vadodara માં પૂરમાં ફસાયેલા લોકોની આપવીતી, લોકોમાં કેમ છે આટલો ગુસ્સો?

Описание к видео Vadodara માં પૂરમાં ફસાયેલા લોકોની આપવીતી, લોકોમાં કેમ છે આટલો ગુસ્સો?

#heavyrain #gujaratinews #vadodara #vaoddararain

વડોદરામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોમાં માત્ર પરેશાન જ નથી પણ તેમનામાં રોષ પણ ફેલાયો છે. તેમનું કહેવું છે કે પૂર જેવી સ્થિતિમાં પણ તંત્ર તરફથી તેમને કોઈ સહાય નથી મળી રહી. બીજી બાજુ દૂધ અને પીવાના પાણીની અછત વચ્ચે કાળાબજારીને કારણે તેમણે બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.સહાય વિતરણ કરવા નીકળેલા એક કોર્પોરેટરે પણ દૂધના એક પેકેટના 50 રૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું અને કાળાબજારી કરતા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી.આજવા ડેમમાંથી છોડાયેલું પાણી અને ભારે વરસાદને કારણે વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અને લોકો મુશ્કેલીમાં કારણ કે આપત્તિ સામે જે સહાય પહોંચાડાઈ રહી છે તે અપૂરતી સાબિત થઈ રહી છે.

અહેવાલ- રૉક્સી ગાગડેકર છારા

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке