આકાશ ને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે (કવિ કાગ) | Aakash ne Ghadnar na Ghar ne kone ghadiya Hase

Описание к видео આકાશ ને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે (કવિ કાગ) | Aakash ne Ghadnar na Ghar ne kone ghadiya Hase

રાજા રામ કાતરીયા ના કંઠે.. કવિ દુલા ભાયા કાગ ની રચના


આકાશને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે ? - lyrics


આકાશને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે ?
આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?
આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,
બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.
બે બે મશાલું બાળતોને વળી વાળતો જોતો હશે ?
અજવાળતો સો વળતો ઉભો મશાલી ક્યાં હશે ?
આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,
બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.
દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે ?
એ કોસ હાકણ હાર ઓલો ખેડુ બેઠો ક્યાં હશે ?
આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,
બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.
ધરણી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક પેરણહાર એ કુંભાર ક્યાં બેઠો હશે ?
આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,
બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.
કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે ?
બિન આંચળે આકાશનો દોહનાર ક્યાં બેઠો હશે ?
આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,
બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.

– કવિ દુલા ભાયા કાગ



aakash ne ghadnar na ghar
akash ne ghadnar na ghar
akash na ghadnar
aakash ne ghadnar na ghar lyrics
akash na ghadnar na ghar
kavi kagbapu

#gujarati
#gujarat
#gujju

Комментарии

Информация по комментариям в разработке