Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |

Описание к видео Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |

‪@meshwalyrical‬
Presenting : Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |

#chamunda #chalisa #lyrical

Audio Song : Shree Chamunda Chalisa
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Chalisa
Label :Meshwa Electronics

ચામુંડા જયકાર હો, જય જય આદિ માત
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત

જય ચામુંડા જય હો માતા, દુઃખ હરી આપો સુખ અમારો
ત્રણે લોકમાં વાસ તમારો, તુંહિ એક હો સાથ અમારો
ચંડ મુંડના મર્દન કીધા, અસુર ગણોનાં રક્ત જ પીધાં
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તું જનની રાજે

હાહાકાર અસુરગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં
હું હું નાદે યુદ્ધ તું કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી
યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી
સંતજનોને ઋષિયો પુકારે, દેવગણો પણ શરણે તારે

જય ચામુંડા જય કંકાલી તુંહી અંબીકા તુંહી કાલી
મંગલમયી તું મંગલ કરજે, ભવ ભવ કેરાં દુઃખડાં હરજે
અસુરગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા
ભક્તજનોને નિર્ભય કરતી, સઘળાં એનાં સંકટ હરતી

હિં ચામુંડા શ્રી કલ્યાણી,દેવ ને ઋષિગણથી અજાણી
કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે
દે બુદ્ધિ, હરી લે સહુ સંકટ, ભક્તો સમરે થાય તું પરગટ
જય ૐકાર, જય હુંકારા, મહા શક્તિજય અપરંપાર

જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો
દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરિને આનંદ સ્થાપો
જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન
કલિકાળમાં તુંહી કૃપાળી, તું વરદાતા તુંહી દયાળી

તું આનંદી આનંદ નિધાન, તું જશ આપે અર્પે તું માન
વિધા દેવી વિધા દોને, જડતા અજ્ઞાન સો હરી લોને
પળ પળ દુઃખના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે
પ્રલયકાળે તું નર્તન કરતી, સહુ જીવોનું પાલન કરતી

મેઘ થઈ માં તું ગર્જતી, અન્નપૂર્ણા તું અન્ન અર્પતી
સહસ્ત્ર ભુજા સરોરુહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની
કરૂણામૃત સાગર તુંહી દેવી, જ્યોતિ તમારી સોહે દેવી
જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તું ભૂંડાં

એક શક્તિ તું બહુ સ્વરૂપા, અકથ ચરિત્ર શક્તિ અનુપા
જય વિદ્યા જય લક્ષ્મી તું છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તું રમનારી
અખિલ નિખિલમાં ઘૂમનારી, સકલ ભવનમાં તું રમનારી
હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી

હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે
ૐ ઐં હીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે
કૃપા કરી માં દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો
તું સ્વાહા તું સ્વધા સ્વરૂપા, યજ્ઞ તું યજ્ઞની તુજ છે ભોક્તા

તું માતા તું હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે, તુજ વિણ કોઈને કાંઈ ન સુઝે
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તું બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે
ક્ષમા કરો માં ભૂલ અમારી, યાચી રહ્યા માં દયા તમારી

સચરાચરમાં વ્યાપિની, ચાંમડા
તું માત, કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ

Комментарии

Информация по комментариям в разработке