યમુનાના પાણી ગ્યાતા રે (નીચે લખેલુ છે) - New Krishna Kirtan 2023

Описание к видео યમુનાના પાણી ગ્યાતા રે (નીચે લખેલુ છે) - New Krishna Kirtan 2023

#ભક્તિકીર્તનસંગ્રહ #mahilamandal #કીર્તન #newsong #gujaratikirtan #સત્સંગ #satsang_world #viralsong #krishnakirtan #krishnalove #newkirtan2023

===== યમુનાના પાણી ગ્યાતા રે =====

યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા
એની મને લાગી માયા રે સુધબુધ ખોયા

પીળા રે પીતામ્બર પેર્યા અમારા મનડાને હર્યા
કાળજા અમારા કોર્યા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા

ચાલ ચાલે ચટકતી એના ઉપર જાવ વારી
ભમી ગઈ મતિ મારી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા

ચૂડલો તારો લીધો પેરી જગ થાતું ભલે વેરી
જશોદાના લાલ લેરી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા

કદમ ઉપર ચડ્યા વાલો મોરલી વગાડે મીઠી
ચિત્ત મારા ચોરી લીધા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા

ગોકુલ નો ગોવાળિયો વાલો ગોપીયુંનો પ્યારો વાલો
રાધાજીનો લાલ લેરી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા

યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
એની મને લાગી માયા રે સુધબુધ ખોયા




Album: યમુનાના પાણી ગ્યાતા રે
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке