જળકમળ છાંડી જાને, બાળા... | ધોરણ - ૪ | પાઠ - ૯ | કમળજળકમળજળકમળજળ કમળ | ગુજરાતી કવિતા |

Описание к видео જળકમળ છાંડી જાને, બાળા... | ધોરણ - ૪ | પાઠ - ૯ | કમળજળકમળજળકમળજળ કમળ | ગુજરાતી કવિતા |

જળકમળ છાંડી જાને, બાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે... ૧
કહે રે, બાળક, તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?.... ૨
'નથી, નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું ધારિયો,”... ૩
રંગે રૂડો, રૂપે પૂરો, દીસતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમિયા, તેમાં તું અળખામણો’.. ૪
''મારી માતાએ બેઉ જનમિયા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો'... પ
''લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો;
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો... ૬
''શું કરું નાગણ, હાર તારો? શું કરું તારો દોરિયો?
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ.... ૭
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો;
'ઊઠોને બળવંત, કોઈ બારણે બાળક આવિયો‘.... ૮
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા હૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો... ૯
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે;
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે... ૧૦
બેઉ કર જોડી વીતાવે : 'સ્વામી! મૂકો અમારા થો;
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને”... ૧૧
થાળ ભરી શગ મોતીડે શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો... ૧૨
નરસિંહ મહેતા
#jalkamal_chhandi_jane_bala_lyrics
#jalkamal_chhandi_jane_bala_lyrics_in_gujarati
#jal_kamal_chhandi_jane_bala_meaning
#jal_kamal_chhandi_jane_bala
#jalkamal_chhandi_jane_bala_lyrics
#jal_kamal_chhandi_jane_bala_meaning
#jal_kamal_chhandi_jane_bala
#જળકમળ
#જળકમળ_છાંડી
#jalkamal_chhandi_jane_bala_song_free_download
#jalkamal_chhandi_jane_bala_prabhatiya
#jalkamal_chhandi_jane_bala
#he_jalkamal_chhandi_jane_bala
#he_jalkamal_chhandi_jane_bala_lyrics
#balgeet
#gujarati_kavita
#viral_box
#viral_vidios
#ગુજરાતી_કવિતા
#બાળગીત
#ધોરણ_૪
#પાઠ_૯
#કમળજળકમળજળકમળજળકમળ
#std_4
#poem

Комментарии

Информация по комментариям в разработке