બચુભાઈ ગઢવી: ભાઈબંધીની અતિ દુર્લભ લોકવાર્તા. Extremely rare story of friendship by Bachubhai Gadhvi.

Описание к видео બચુભાઈ ગઢવી: ભાઈબંધીની અતિ દુર્લભ લોકવાર્તા. Extremely rare story of friendship by Bachubhai Gadhvi.

બચુભાઈ ગઢવી: ભાઈબંધીની અતિ દુર્લભ લોકવાર્તા. Extremely rare story of friendship by Bachubhai Gadhvi.
અંદાજે ૧૯૬૦-૧૯૭૦ના દસકામાં એ વખતના ગુજરાતના તમામ નાના મોટા કલાકારોના મુંબઈમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. એ બધા કાર્યક્રમોના ઓડિયોનું રેકોર્ડિંગ બે અથવા ચાર ટ્રેકના રીલ ટુ રીલ પ્લેયર દ્વારા ૪૦ થી ૫૦ સ્પુલોમાં થયેલું. અંદાજે ૨૫ વર્ષ પહેલા આ સ્પુલોમાંથી ઓડિયો કેસેટો બનાવવા માટે બધા સ્પુલો હેમુ ગઢવી પરિવારને આપવામાં આવ્યા. હેમુ ગઢવી પરિવારે એમાંથી ૩૯ ક્રોમ મેટલ કેસેટો બનાવી. અમને લાગે છે કે એ સમયે ટેક્નિકલ કારણોસર બધા સ્પુલોની ઓડિયો કેસેટો કદાચ બની શકી નથી. હેમુ ગઢવી પરિવારે એમની ૩૯ ઓડિયો કેસેટો અમને ડિજિટલ કરવા માટે આપી. અમે અમારો અતિ કિંમતી સમય કાઢીને બધી જ કેસેટો રિયલ ટાઇમમાં સંપૂર્ણ સાંભળી અને સાથે સાથે ડિજિટલ પણ કરી. એમાંની એક કેસેટમાં બચુભાઈ ગઢવીનું 'ભાઈબંધી એટલે કે મિત્રતા' કોને કહેવાય એનું લાઈવ રેકોર્ડિંગ છે જે અલભ્ય છે. અમે સોફ્ટવેરની મદદથી એને અલગ કરીને એની વિડીયો ફાઈલ બનાવીને વિશ્વમાં સૌ સાંભળી શકે તે માટે અમારી ચેનલમાં મુકેલ છે. અમે સમગ્ર હેમુ ગઢવી પરિવાર અને હેમુ ગઢવીના સુપુત્ર રાજેન્દ્ર ગઢવીના અતિ આભારી છીએ.

Комментарии

Информация по комментариям в разработке