મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Описание к видео મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
માણી શક્યો નહીં ને કિંમત ચુકવી શકયો નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ઇ બંગલા માં એક શિખર દેવી દેવળ નહીં
શિખર જેવું મસ્તક આપ્યું હરિ ને નમ્યો નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં બે ગેટ ચોકી ફેરો નહીં
ગેટ જેવા કાન દીધા કથા સાંભળી નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં બે કોડીયા દીવેલ વાટુ નહિ
દીવા જેવી આંખો દીધી પ્રભુ ને નીરખ્યા નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
મારા હરિ એ દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઈ બંગલા માં બત્રીસ પુરુષ નારી એકેય નહીં
નારી જેવી જીભ દીધી કિર્તન ગાયા નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઈ બંગલા માં બે ખીલા લોઢું લાકડું નહીં
ખીલા જેવા હાથ દિધા દાન પુણ્ય કર્યું નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ખીલા જેવા હાથ દીધા તાળી પાડી નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો
ઇ બંગલા માં બબ્બે થાંભલા સીમેન્ટ રેતી નહીં
થાંભલા જેવા પગ દીધા જાત્રા કરી નહીં
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
ઇ બંગલા માં એવી પેટી તાળું કુચી નહિ
પેટી જેવું પેટ દીધું કોઈ દી ભરાણુ નહિ
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
મારા હરિ એ દીધો બંગલો જીવ માણી શક્યો નહીં
માણી શક્યો નહીં કિંમત ચુકવી શકયો નથી
મારા પ્રભુ એ દિધો બંગલો જીવ માણી શક્યો નહીં

Комментарии

Информация по комментариям в разработке