Ganesh chaturthi vrat katha/ગણેશ ચોથ વ્રત કથા /Ganesh Pooja vrat katha
ભાદરવ સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે .આ વ્રત કરનારે ઘરમાં વાજતે -ગાજતે ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિ નું પૂજન કરવું ,ગણપતિ ની પવિત્ર કથા કરવી ,મીઠાવાળી ચીજ ખાવી નહિ .ગણપતિ ને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું . ભોજન કરતી વેળા બોલવું નહિ , ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજયંતીનો પાવન અને પવિત્ર, મંગળ અને શુભ દિવસ. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય આજે પણ શુભ કાર્યના પ્રારંભે જેનું સ્મરણ કરે એવા સર્વ વિઘ્નોના નાશક ભગવાન ગણેશજીની જન્મજયંતી એટલે ગણેશચોથના રોજ ઊજવવામાં આવશે. શિવપુરણમાં રુદ્રસંહિતાના અધ્યાય 13માં જણાવ્યા મુજબ, એક સવારે માતા પાર્વતીએ પોતાના શરીર પર લગાવેલું ઉબટન (સ્નાન પહેલાનું સુગંધી દ્રવ્ય)માંથી એક શિશુની મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ રેડ્યા, જેનું નામ તેમણે વિનાયક પાડ્યું. રિદ્ધિ અને સિદ્ધિએ તેમની બે પત્નીઓ અને તેમનાથી ઉત્પન્ન થયેલાં બે બાળકો એટલે લાભ અને શુભ. આમ, આખો પરિવાર બન્યો. વિઘ્નવિનાશક, રિદ્ધિ, સિદ્ધિ, લાભ અને શુભ.
દોઢ દિવસથી લઈને 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરવાનું મહત્ત્વ-
જાણીતા જ્યોતિષીના જણાવ્યાનુસાર ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારિત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. એનું જ્યોતિષશાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્ત્વ રહેલું છે. કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની સ્તૃતિ વંદના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના વિધિવત્ કરવામાં આવશે, સાથે શ્રદ્ધા, ભાવભક્તિપૂર્વક તેમની પૂજા-અર્ચના કરવામાં આવશે. અંતે, ગણેશ વિસર્જન કરવામાં આવે છે, શ્રદ્ધાળુ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે. દોઢ દિવસથી લઈને કોઈ 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ગણેશજીની પૂજામાં લાલ વસ્ત્ર, અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, જનોઈ તેમ જ જાસૂદના ફૂલ પધરાવીને શુદ્ધ દીવો અને અગરબત્તી પ્રગટાવીને ગોળ કે મોદકનો પ્રસાદ વહેંચી ગણેશ સ્થાપના થાય છે. ત્યાર બાદ પૂજામાં ગણેશનાવલી, ગણેશ સ્તોત્ર, અથર્વશીષના પાઠ પણ કરી શકાય છે. તમામ માંગલિક કાર્યોમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા વંદના થાય છે. લગ્ન પ્રસંગ હોય કે વાસ્તુ હોય ત્યારે દીવાલમાં ગણેશજીનું ચિત્ર દોરી કે તેમની તસવીર દીવાલ પર લગાવી પૂજા કરાય છે, જેને માતૃકા પૂજન કહે છે. ત્યાર બાદ પૂજાવિધિ કરી શકાય છે.
માણસના જીવનને બધી જ સમૃદ્ધિઓ આપે એ ભગવાન સિદ્ધિવિનાયક-
ભાવનગરના શ્રીધર પંચાંગવાળા જ્યોતિષાચાર્ય કિશનભાઈ જી. જોશીના જણાવ્યા પ્રમાણે, લિંગ સ્વરૂપે પણ ગણેશજીની પૂજા કરી શકાય છે, માટે પૂજામાં સોપારી સ્વરૂપમાં ગણપતિજીની સ્થાપના કરાય છે. આજથી ભાદરવા સુદ ચૌદશ સુધી ભગવાનની પૂજા કરી સમુદ્રમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરાય છે, જેમ પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવાય, એમ પાર્થિવ ગણેશજીની મૂર્તિ પણ માટીમાંથી બનાવવી એવી શાસ્ત્રાજ્ઞા છે. આજથી દસ દિવસ સુધી ગણેશજીની પૂજાનું મહાત્મ્ય આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે. ભગવાન ગણેશજી વિઘ્નવિનાશક, કાર્યમાં સિદ્ધિ આપનારા તથા લક્ષ્મીજીની કૃપા આપનારા દેવ છે. પાર્થિવ ગણેશજીની પૂજા માટે બાર રાશિવાળા જાતકો માટે અલગ-અલગ મંત્રો અને પૂજા સામગ્રીનું વર્ણન પણ બતાવ્યું છે. આજે આપણે જોઈએ બારે રાશિવાળા જાતકોએ કેવી રીતે કરવી ગણેશજીની પૂજા અને કયા મંત્રો આપશે તમને ખુશહાલી, પ્રેમમાં સફળતા અને લક્ષ્મીજીની અપાર કૃપા.આશા છે તમને આ વિડિઓ જરૂર ગમશે.
તેમજ આ વ્રત ને લગતી બાકી માહિતી વિડીઓમાં દેવામાં આવશે. જેમકે, વિધિ અને વ્રતકથા .
આશા છે તમે અમારી ચેનલ ને like , Share અને subscribe જરૂર કરી હશે.
In this Channel we will provide you, Famous Gujrati Vrat Katha ( Stories), Even Pooja, Stuti, Songs, Garaba #Gujrativratkatao #એકાદશી #Ekadashi #ગુજરાતી #GujaratiLyrics #satsang #devotional #dharmik #ધાર્મિક #ભક્તિકિર્તનસંગ્રહ #ekadashivrat #ekadashivratkatha #ekadashivratkathagujarati #vrat #katha #vratkathagujarati
#Ekadashi #Shraavan_maas_vrat_katha #Gujrat_vrat_katha
#Shri_Hari_Vishnu #Gujrati #Gujrati_vrat_kathao #Gujrati_varta #Gujrati_katha #gujrati_stories #Gujrati_vrat_katha
#Bhagvan_Vishnu #Somvar_ni_vrat_katha #Sod_somvaar_ni_vrat_katha
#Shri_Krishna
#Shaligram
#Pandav
#Gujrati_Tahevar
#Ekadashi_2021
#Vrat
#Vrat_Upvas
#Vrat_Katha
#Gujrati_Vrat_Katha #Ganesh_chaturthi_vrat_katha #ગણેશ_ચોથ_વ્રત_કથા
#Ganesh_Pooja_vrat_katha #Ganesh_choth #ganesh_visarjan #ganesh_chaturthi_songs #Ganpati_bappa_morya
Информация по комментариям в разработке