દીકરી ને આવી શિખામણ આપજો || કિર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya

Описание к видео દીકરી ને આવી શિખામણ આપજો || કિર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya

satsang na sur

ભોલા ભાઈ ધૂન વાળા
મો. 6353313973

*કિર્તન *

જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો,
જાવ સુભદ્રા સાસરે શિખામણ લેતા જાવ જો,

સવારે વેલા ઉઠિયે બેની ખમકારો નો કરીએ જો,
ખમકારો કરશો તો બેની ઘરના સૂતા જાગે જો,

રસોડામાં બેની પ્રેમથી ફરીએ રાંધતા નો ચાખીએ જો,
રાંધતા ચાખશો તો બેની અન્નને દોષ બેસે જો,

સાસુ સસરા ને પેલા જમાડીએ પછી જમવા બેસીએ જો,
પેલા જો જમશો તો બેની ઘરમાં ઝગડા થાશે જો

નાની નણંદ ને આગળ ચલાવીએ પાછળ ડગલાં ભરીયે જો,
આગળ જો ચાલશો તો બેની હાથે અજાણ્યા થાશો જો,

નાના દિયર સાથે બોલીએ ચાલીએ હાથ તાળી નો દઈએ જો,
હાથ તાળી દેશો તો બેની જગ માં વાતું થશે જો,

દેરાણી જેઠાણી ના હેત નો હોય તો મન ની વાત નો કરીએ જો,
મન ની વાત કરશો તો બેની શેરીએ વાતું થશે જો,

જેઠ સસરા બેઠા હોય તો આડા નો ઉતરીએ જો,
આડા જો ઉતરો તો બેની લાજુ કાઢી ઉતરો જો,

છૂટા અંબોડે છૂટા છેડે ફળિયા માં નો ફરીએ જો,
ફળિયામાં ફરશો તો બેની પડોશણ વાતું કરશે જો,

સગા વાલા ને દેખી બેની પાછા રે નો ફરીએ જો,
પાછા જો ફરશો તો બેની પિયરિયું લજવાશે જો,

ગામ મા પિયરીયું ગામમાં સાસરિયું વગર તેડાં નો જઈએ જો,
વગર તેડાં જશો તો બેની હાથે હળવા થાશો જો,

Комментарии

Информация по комментариям в разработке