Khodiyar Maa Hinchko Hale ખોડીયાર માં હીંચકો હાલે | Kairavi Buch | New Gujarati Garba Navratri Song

Описание к видео Khodiyar Maa Hinchko Hale ખોડીયાર માં હીંચકો હાલે | Kairavi Buch | New Gujarati Garba Navratri Song

ખોડીયાર માં હીંચકો હાલે 🔱

Singer - Kairavi Buch
  / kairavibuch  
  / kairavibuchfolkstudio  

માટેલ વાળા, તાંતણીયા વાળા અને રાજપરા વાળા ખોડીયાર માં ની જય હો!!

This is a Tran Tali gujarati garba song on Maa Khodiyar. I got inspired to create this Navratri 2024 special Raas Garba, Tetudo, Tran Taali song after visiting Khodal Dham, Kagvad. And I am sure all garba lovers will dance non stop on this Khodal Mataji garba dandiya raas.

This latest Raas Garba will be in head of all Garba Lovers this Navratri 2024.

શબ્દો મનુભાઈ રબારી અને પીયુ ગઢવી ના છે, અને મારી સાથે સુર આપ્યો છે પીયુ ગઢવી એ.

ખોડીયાર માં આપ સૌ ના જીવન માં ખુબ પ્રેમ અને આશીર્વાદ ભરી દે એવી પ્રાર્થના!

જય ખોડલ!! 🚩

Singer: Kairavi Buch
Co-Singer: Piyu Gadhvi
Lyrics: Piyu Gadhvi, Manu Rabari
Music: Rutvij joshi
Creative Producer: Dr. Jaydip Chauhan
Director: Vishnu Thakor Adalaj
D.O.P: Dhruv Bhatiya
Editor: Raju Poriya
Post Production: Akoha Studioz

Lyrics:

જય ખોડીયાર ખમ્મા ખમ્મા ખોડલ
ખોડીયાર માં હે ખોડીયાર માં

હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે
હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે
હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો
હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો
હે ખોડીયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણજણે

ખમ્મા ખમ્મા ખોડીયાર તણી જગમાં જડે ના જોડી
તાતણીયા ધરા વાળી જગ વિખ્યાત
આવડ જોગડ તોગડ બીજ હોલ ને સાંસાઈ
જાનબાઈ જગજૂની જોને ચારણી પ્રખ્યાત
મગર સવારી વાળી ત્રિશૂળાળી ભેળીયાળી
મામડિયા માદા તાણી મેરખ્યાની બેન
ફેંકે તો ફગે ખરો વીર અર્જુન બાણ
માના વેણ ફગે નહીં પલટે બ્રહ્માંડ


માટેલવાળી મા મમતાળી
ખમકારી ખોડલ ખપરાળી
અંતરની હાકલ તું સુણતી
દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી

હે માટેલવાળી મા મમતાળી
ખમકારી ખોડલ ખપરાળી
અંતરની હાકલ તું સુણતી
દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી

ખોડીયાર માં મારી ખોડીયાર માં
હે ખોડીયાર માં
હીંચકે બંધાવું દોરી હીરની હા
હે ખોડીયાર માં તાતણીએ ધરે બંધાવું હિંચકો
મારી ખોડીયાર માં રાજપરામાં રમતા ભાળી ખોડલી
હે ખોડીયારમાં હીંચકો હાલે ને ઘૂઘરી રણજણે

ડાકલિયે ડાક વાગે જબર જ્યાં હાક ગાજે
ખોડે ખડે પગે દોડી કરતી ઈ કામ
ખમકારી ખોડીયાર સેવગારી કરે વાર
મોજાર વરાણે બેઠી સાત બેની સાથ

કુડ ને કપટ મોહ લોભમાં છોરુડા હાલ્યા
સત વ્રત સુણી માડી જાલજે તું હાથ
ભાણ દિયે ભલકારા ચંદ્રમાં દે હલકારા
ઝબકારા રથડે દે દશે દિગપાળ

ખોડીયાર ખોડીયાર
ખોડીયાર ખોડીયાર
ખમ્મા ખમ્મા ખોડીયાર
ખમ્મા ખમ્મા ખોડિયાર

#KhodiyarMaa #garbasong #navratri2024 #jaykhodal #kairavibuch #newsong #newgujaratisong #jaykhodiyar

Комментарии

Информация по комментариям в разработке