સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઈન્ટનન્સ પાછળ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૨ કરોડથી વધુ ખર્ચ

Описание к видео સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઈન્ટનન્સ પાછળ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૨ કરોડથી વધુ ખર્ચ

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઈન્ટનન્સ પાછળ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૨ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો પરંતુ પરિણામ વિશ્વામિત્રી મૃતપ્રાય: અવસ્થામાં....

ગુજરાત સરકાર દ્વારા એક બાજુ નદી ઉત્સવ મનાવ્યો ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ૪૦ થી વધુ નદીઓનું અસ્તિત્વ ખતરામાં છે તેવું જણાવે છે ત્યારે હાલ વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદીમા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP )દ્વારા ગટર ડ્રેનેજના મળ મૂત્રના પ્રદુષિત પાણી શુદ્ધ કરી છોડવાના હોય છે ત્યારે હાલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૯ માંથી ૭ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નીતિ નિયમ મુજબ કાર્ય કરતા નથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેટલું પાણી ચોખ્ખુ પડે છે તે માપવા લેબ પણ નથી સાથે ઓનલાઈન મોનીટરીંગ સુવિધાઓ તેમજ પ્રવાહ હવા માપવાની સુવિધાઓ નથી અને વિશ્વામિત્રી નદી નું ઓક્સિજન લેવલ શૂન્ય છે અને વિશ્વામિત્રી નદી મૃત પ્રાય અવસ્થામાં થઈ ગઈ છે ત્યારે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના (O & M ) ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૨ કરોડ જેટલી માતબર રકમ એજન્સીઓને આપીને જનતા ના વેરા ના નાણાં નો મસમોટો ભ્રષ્ટાચાર રાજકારણીઓ અધિકારીઓ અને એજન્સીઓ કરવામાં આવી રહ્યો છે જો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મા ગંદા મળમૂત્ર ના પાણી નીતિ નિયમ મુજબ શુદ્ધ કરવાના કોઈ સાધનો જ નથી તો પછી આવી (O & M ) ઓપરેશન અને મેન્ટેનન્સ ની એજન્સીઓને કરોડો રૂપિયા આપવાનો કોઈ મતલબ જ નથી
આ પહેલા પણ પવિત્ર વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ ક્રોકોડાઈલ પાર્ક તેમજ વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ માટે આવેલા નાણાંનો કોઈ હિસાબ નથી ત્યારે વડોદરા મહાનગરપાલિકામા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (O & M) ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ પણ હાલ વપરાઈ રહેલા કરોડો રૂપિયા પણ ભ્રષ્ટાચાર રૂપે ઓહિયા થઈ રહ્યા છે તેવું જણાઈ આવે છે હાલમાં જ સુપ્રીમ કોર્ટ તેમજ એન જી ટી ના હુકમ કરવામાં આવ્યો છે કે નદીઓમાં ગટર ડ્રેનેજ ના મળમૂત્ર કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રદુષિત પાણી છોડવા નહિ તેનો પણ અનાદર કરવામાં આવી રહ્યો છે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગંભીર ખુલાસો થયો છે ત્યારે જાણી જોઈને ગટર ડ્રેનેજ ના મળમૂત્ર ના પ્રદુષિત પાણી વરસાદી કાસ થકી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં છોડવા માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે તાત્કાલિક વિજિલન્સ તપાસ મુકવામાં આવે સાથે તમામ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં તાત્કાલિક ખૂટતા તમામ સાધનો વિકસાવવામાં આવે અને પવિત્ર વિશ્વામિત્રી નદીમાં શુદ્ધ પાણી છોડવામાં આવે નહિ તો આગામી દિવસોમા કોર્ટના દ્વાર ખખડાવવા આવશે જેની નોંધ લેવા
સામાજીક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જણાવવામાં આવ્યું હતું


સમય 12 00
મુજમહુડા બ્રિજ

સામાજીક કાર્યકર RTI એક્ટિવિસ્ટ અતુલ ગામેચી
9913550656


: YNN News Network :
આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહેવા હમણાં જ Subscribe કરો અને Bell બટન દબાવીને Notification ઓન કરો

Youtube :    / @ynnnews6397  

Facebook પર અમને ફોલ્લૉ કરો :   / www.ynnnews.in  

Комментарии

Информация по комментариям в разработке