Nidhi Swaroop/નિધિસ્વરૂપ પુષ્ટિમાર્ગ/पुष्टिमार्ग के निधि स्वरूप/Pushtimarg na nidhi swaroop

Описание к видео Nidhi Swaroop/નિધિસ્વરૂપ પુષ્ટિમાર્ગ/पुष्टिमार्ग के निधि स्वरूप/Pushtimarg na nidhi swaroop

‪@pushtiknowledge5798‬
#jaishreekrishna #mahaprabhuji #pushtimarg #shrinathji #nathdwara#gokul #surat #baroda
#navneetpriyaji

💐પુષ્ટિમાર્ગના નિધિ સ્વરૂપો 💐


પુષ્ટિમાર્ગ માં મુખ્ય નિધિ સ્વરૂપો જુદી જુદી વ્રજલીલા ના સ્વરૂપો છે. આપણા સૌના આરાધ્ય ''શ્રીનાથજી" નિકુંજનાયક છે જે નિકુંજ ના દ્વારે ઠાડા રહી નિજભક્તોને પોતાના તરફ બોલાવી રહ્યા છે. આ સ્વરૂપ નો ઉલ્લેખ ગર્ગસંહિતામા પ્રાપ્ત થાય છે. આ સ્વરૂપ નું પ્રાકટ્ય શ્રી ગિરિરાજજી માં થી થયું છે. હાલ નાથદ્વારા માં તિલકાયતશ્રીને માથે બિરાજે છે.

"શ્રીનવનિતપ્રિયાજી" તામસ-પ્રકરણની બાલલીલાનું નવનીત આરોગતુ સ્વરૂપ છે, જે શ્રીયમુનાજી માં થી પ્રાપ્ત થયું છે. શ્રીમહાપ્રભુજીએ ગજ્જન ધાવનને સેવાર્થે પધરાવી દીધું હતું. પછીથી શ્રી ગુંસાઈજીએ તેને સેવ્યા હતાં, જે હાલ નાથદ્વારા માં બિરાજે છે.

"શ્રીમથુરેશજી" તામસ-પ્રમેય-પ્રકરણના પ્રથમ અધ્યાય માં નિરૂપિત 'ગોચારણ લીલા' નું શ્યામ ચતુર્ભુજ સ્વરૂપ છે. મહાવનમાં થી પ્રાપ્ત આ સ્વરૂપની સેવા પદ્મનાભદાસજીએ કરી હતી, જે પાછળથી પ્રથમ પુત્ર શ્રીગિરધરજીને માથે પધરાવેલુ. વર્તમાન માં કોટા માં બિરાજે છે.

"શ્રી વિઠ્ઠલનાથજી" તામસ-ફલ-પ્રકરણના બીજા અધ્યાયની લીલાનું ગૌર સ્વરુપ છે,જે ગંગાજીમાં થી પ્રાપ્ત થયેલું. સાથે સ્વામિનીજી બિરાજે છે. દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદજીને પધરાવેલુ, જે નાથદ્વારા માં બિરાજે છે.

"શ્રીદ્વારકાધીશજી" તામસ-પ્રમેય-પ્રકરણના સાતમા અધ્યાયની 'આંખમિચોલી લીલા' નું શ્યામ ચતુર્ભુજ સ્વરૂપ છે, જે બ્રહ્માજી દ્વારા સેવિત આદિ કાળથી છે. તેની સેવા દામોદરદાસ સંભરવાલા કરી, પછી તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીને માથે પધરાવેલુ, જે કાકરોલી માં બિરાજે છે.

"શ્રીગોકુલનાથજી" તામસ-સાધન-પ્રકરણના પચીસમા અધ્યાયની 'ગોવર્ધન લીલા' નું ગૌરવ ચતુર્ભુજ સ્વરૂપ બે સ્વામિનીજી સાથે છે. શ્રીમહાપ્રભુજી ના શ્વસુર ગૃહેથી પ્રાપ્ત થયેલ આ સ્વરૂપની ચતુર્થ પુત્ર શ્રીગોકુલનાથજીએ સેવા કરી છે ગોકુળ માં બિરાજે છે.

"શ્રીગોકુલચંદ્રમાજી" તામસ-ફલ-પ્રકરણના ચોથા અધ્યાયની 'મહારાસ લીલા' નું સ્વરૂપ છે જે શ્રીયમુનાજી માં થી પ્રાપ્ત થયું છે. તેની સેવા બાબા વેણુદાસે કર્યા પછી પંચમ પુત્ર શ્રી રઘુનાથજી ને માથે પધાર્યું અને આજે કામવનમા બિરાજે છે.

"શ્રી બાલકૃષ્ણલાલજી" નું સ્વરૂપ શ્રીયમુનાજીમાંથી પ્રાપ્ત 'શકટભંજન લીલા' ના સ્વરૂપ ની શ્રી ગુંસાઈજી એ સેવા કર્યા બાદ ષષ્ટ પુત્ર શ્રીયદુનાથજીને પધરાવી દીધા છતાં તેમણે સ્વતંત્ર સેવા ન કરતાં તૃતીય નિધિ શ્રીદ્વારકાધીશજીની ગોદમાં બિરાજ્યુ જે સુરતમાં બિરાજે છે.
તેમના સિવાય પુષ્ટિમાર્ગ માં "શ્રી કલ્યાણરાયજી" (વડોદરા) અને શ્રીમુકુંદરાયજી (કાશી) પણ ષષ્ટનિધિ મનાય છે.

"શ્રીમદનમોહનજી" નું સ્વરૂપ તામસ-ફલ-પ્રકરણના પ્રથમ અધ્યાય ની 'લઘુરાસ લીલા' નું સ્વરુપ છે, જે યજ્ઞકુંડમાં થી પ્રાપ્ત થયેલું. સાથે સ્વામિનીજી બિરાજે છે.આ સ્વરૂપ સપ્તમ્ પુત્ર શ્રીઘનશ્યામજીને માથે પધરાવેલુ જે કામવન માં બિરાજે છે.

આ સ્વરૂપોમાં થી જેમાં આસક્તિ હોય તેને પુષ્ટ કરાવી માર્ગની રીત અનુસાર સેવા કરવી જોઈએ.

જય શ્રીકૃષ્ણ..🙏🙏
શ્રી વલ્લભાધીશ કી જય...🙏🙏
શ્રી ગુંસાઈજી પરમદયાલ કી જય...🙏🙏
શ્રી શ્યામ સુંદર શ્રીયમુને મહારાની કી જય...🙏🙏

Комментарии

Информация по комментариям в разработке