વીર મેઘમાયાનું બલિદાન કે કાવતરું? | The Untouched Story | Vir Meghmaya

Описание к видео વીર મેઘમાયાનું બલિદાન કે કાવતરું? | The Untouched Story | Vir Meghmaya

વીર મેઘમાયાનું બલિદાન કે કાવતરું? | The Untouched Story | Vir Meghmaya

પાટણનાં સહસ્ત્રલિંગ તળાવ અને તેની પાછળનાં લોકપ્રિય ઈતિહાસથી સૌ કોઈ વાકેફ હશે. ઈતિહાસમાં થોડો પણ રસ ધરાવતી વ્યક્તિને આ બાબતે પૂછીશું તો તે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહની સ્ત્રીલાલસા અને જસ્મા ઓડણનાં શ્રાપ સુધી આવીને અટકી જશે. પણ ભાગ્યે જ કોઈ સહસ્ત્રલિંગ તળાવમાં જેની બલિ ચડાવી દેવાઈ હતી તે મેઘમાયા વિશે બોલશે. જો કે એમાં એમનો વાંક નથી, આપણે ત્યાં ઈતિહાસ માત્ર સત્તાધારીઓની બીક તળે દબાતો રહ્યો છે. તેથી સ્વાભાવિક રીતે જ મેઘમાયાની બલિ પાછળનો અસલ ઈતિહાસ પાને ચડાવવાની કોઈ હિંમત ન જ કરે. એટલે જ આટલાં વર્ષો પછી પણ લોકવાયકાથી વિશેષ કશું મેઘમાયાનાં બલિને લઈને લોકો જાણતા નથી. લોકવાયકા એવી છે કે, નપાણિયા પાટણમાં પાણીની તંગી નિવારવા સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ નામે તળાવ ખોદાવવાનું આદર્યું હતું. ત્યાં રાજસ્થાની ઓડ સમાજની આખી ટીમ બોલાવવામાં આવી હતી. તેમાં જસ્મા નામની એક અતિ સ્વરૂપવાન પરિણીતા પણ હતી. જેનાં પર રાજા મોહી પડ્યાં હતાં. આથી જસ્મા ઓડણને પોતાની કરી લેવા રાજાએ તમામ હથિયારો અપનાવી જોયા, પણ તે માની નહીં. રાજાની લાલસા પારખીને છેવટે જસ્મા અને તેનો પરિવાર પાટણ છોડીને ભાગી નીકળ્યો. પણ રાજાને તેની જાણ થતાં તેને પકડી લાવવા સૈન્ય મોકલ્યું. વચ્ચે લડાઈ થઈ તેમાં જસ્માનો પતિ મરાયો. તેનાથી આઘાત પામીને પતિવ્રતા જસ્માએ પેટમાં કટારી ભોંકી લીધી. પણ મરતાં પહેલાં તેણે શ્રાપ આપ્યો કે તારા તળાવમાં પાણી આવશે નહીં. થાય છે પણ એવું જ. એટલે સિદ્ધરાજ શ્રાપનિવારણ માટે પંડિતોને બોલાવે છે. જેઓ બત્રીસલક્ષણા પુરૂષનો ભોગ આપવાની થિયરી વહેતી કરે છે. એ મુજબ એ વખતે પાટણનાં તાબા હેઠળ રહેલાં ધોળકાનાં રનોડા ગામના તેજસ્વી વણકર યુવાન મેઘમાયાને બત્રીસલક્ષણો જાહેર કરી સહસ્ત્રલિંગ તળાવ વચ્ચેની ટેકરી પર અષ્ટકોણીય વેદીમાં તેનું બલિદાન લેવા બોલાવાય છે. બલિ આપતા પહેલાં યુવાન મેઘમાયો પોતાના માટે નહી, પણ સદીઓથી અસ્પૃશ્તા ભોગવતા પોતાના જાતભાઈઓ માટે રાજા પાસે કેટલીક માગણીઓ મૂકે છે. એ મુજબ તેમને ગામબહારથી ગામમાં વસાવવામાં આવે, અસ્પૃશ્યતા દૂર થાય, ગળામાંથી કૂંડલી અને પાછળથી ઝાડું છૂટે જેવી તેની માગ સ્વીકારવામાં આવે છે. એ પછી તે બલિ આપે છે અને પછી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવે છે.
આ થઈ લોકપ્રિય ઈતિહાસની વાત. પણ તર્કની અણીએ જ્યારે તેને ચકાસવા સહેજ ખોતરીએ છીએ ત્યાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યા વિના રહેતું નથી. અસલમાં મેઘમાયો કોઈ બીજાં કારણોથી અમુક લોકોને ખટકતો હતો. અને એટલે જ કાયમ માટે તેનો કાંટો કાઢી નાખવા માટે આખો પ્લાન ઘડાયો હોવાનું સંશોધકોનું કહેવું છે. રનોડામાં માયાનાં વંશજો આજેય હતાય છે જેઓ આ બાબતે અહીં ખૂલીને વાત કરે છે. આજે સહસ્ત્રલિંગ તળાવ શોધવું પડે પરંતુ રનોડાની સીમમાં ખેતરો વચ્ચે માયાનું જન્મસ્થાન અને તેનાં કર્મોની સુવાસ નજર સામે છે. ટુંકમાં લોકવાયકાથી આગળ વધીને નક્કર વાસ્તવિકતા જાણવા માગતી દરેક વ્યક્તિ માટે આ સ્ટોરી છે.


Story by : Naresh Makwana
Camera Work : Sandeep Rathod
Video Editor : Dhiren Solanki

Follow us :
  / theuntouchedstory  

   / theuntouchedstory  

Комментарии

Информация по комментариям в разработке