Gujarat Weather : ગુજરાતમાં ક્યારે અને ક્યાં સૌથી વધારે વરસાદ પડશે?

Описание к видео Gujarat Weather : ગુજરાતમાં ક્યારે અને ક્યાં સૌથી વધારે વરસાદ પડશે?

#Gujarat #Rain #weather

ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે.

હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે પરંતુ આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.

ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.

ચોમાસું હાલ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મુંબઈમાં ચોમાસા પહેલાના વરસાદની પણ શરૂઆત થવાની શક્યતા છે.
--

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке