AAGAM VACHNA 2024 Dhuliya - DAY 2 (Session 1)

Описание к видео AAGAM VACHNA 2024 Dhuliya - DAY 2 (Session 1)

Session 3

જે રીતે ફૂલ ઉપર થી ભમરો રસ લે છે પણ ફૂલ ને કિલામણણા નથી આપતો. આપણું ભોગ ઉપભોગ કેવું? પુણ્ય નું ઉદય ચિક્કાર હોય ત્યારે આપણું યોગ અને ઉપયોગ કેવું હોય? બધું જ ભોગવી લેવાનું કે સંયમ ખરું?

પુણ્ય નો ઉદય એ પુણ્ય નું ખર્ચ છે, પુણ્ય ની પૂંજી ખતમ થાય છે, અને એમાં આપણે આનંદ છે, રસ છે. નવા પુણ્ય બંધ નો પુરુષાર્થ રોજ કેટલો?

વ્યાપાર માં આપણું આ ગણિત સ્પષ્ટ છે, કર્મ નું ગણિત કેમ નથી યાદ રહતુ?

થાળી માં 10 દ્રવ્ય આવ્યા અને બધા વાપર્યા તો પુણ્ય નો ખર્ચ, જો 2 દ્રવ્ય પણ સંકુચિત કરીએ, તો એટલું પુણ્ય નું ઉદય અટકાવ્યું અને સાથે નવું પુણ્ય પણ બાંધીએ, ભવિષ્ય ની પૂંજી સલામત કરીએ!

ભગવાન ને એવું આત્મા ગમે છે જે કમળ ની જેમ છે, કીચડ માં રહી ને પણ લેપાતું નથી - "પંકજ નામ ધરાય પંકસુ (કીચડ), રહત કમલ જીમ ન્યારા, ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સો સાહિબ કુ પ્યારા".

રાગ ની શુદ્ધિં અનુરાગ થી અને દ્વેષ ની શુદ્ધિ
ક્ષમાપના થી થાય છે

ભગવાન જ ગમે એ સંયમ અને ભગવાન સૌ થી વધારે ગમે (બાકી બધું ભી ગમે છે) એ સંસાર

જિંદગી માં એક તો ક્ષેત્ર રાખો જેમાં અનુરાગ નિરંતર રહે અને વધતું ભી રહે. વસ્ત્ર મારા અને મારા પરિવાર કરતા ભગવાન માટે, મુનિ ભગવંતો માટે વધારે સારા લાવું એવું કરીશ. ભોજન માં ઉત્તમ દ્રવ્ય ગુરુ ભગવંત માટે, પછી શક્તિ હોય તો પોતાના પરિવાર માટે

અનુરાગ અને ક્ષમાપના ગાડી ના બે પૈડાં છે, બન્ને જોઈશે મોક્ષ ગમન માટે.

સદગતિ તો ગધેડા કે ઊંટ ને પણ મળે છે, એ કાઈ પરાક્રમ નથી

કર્મ બંધ નો આધાર અઘ્યવસાય છે અને એનું આધાર આલંબન છે

જો ભગવાન આપણે 10 વરસ પાછા મોકલી શકે, તો માનસિકતા શું? જે પાપ આજ સુધી નથી કર્યા એ કરી લેવાની માનસિકતા કે વધારે ધર્મ કરી લઉં એનું વિચાર?

પૈસા અને પુણ્ય (આ જનમ નું વૈભવ) આ જનમ માં છોડી ને જશું, પ્રેમ અને પરમાત્મા આપણી સાથે આવશે

વર્તમાન પુણ્ય ને સંયમિત કરીએ, તો સત્તા માં રહેલા પુણ્ય ની સલામતી. અને સદુપયોગ કરશું તો નવું પુણ્ય બંધ થશે.

પાંચે ઇન્દ્રિય ને ગલત માં જતી રોકવી એ સંયમ

દુરુપયોગ ને બંધ કરી અને સદુપયોગ સતત ચાલુ રાખો

ધર્મ ના પ્રવૃત્તિ કાળ ના પછી ના નિવૃત્તિ કાળ ને સંભાળજો. પ્રવૃત્તિ કાળ તો બઉ સીમિત હોય છે, નિવૃત્તી કાળ વ્યાપક છે, એમાં અનુમોદના થી પુણ્ય ને નિકાચિત બનાવી શકીએ.

પ્રવૃત્તિ કાળ ના પુણ્ય થી સદગતિ એ પહુંચી શકીએ, નિવૃત્તિ કાળ નું ઉપયોગ અને ભાવ ધારા મોક્ષે લઈ જઈ શકે છે

પ્રવૃત્તિ માં આપણે આપણા જાત ને છેત્રી શકસુ, નિવૃત્તિ માં અસ્તિત્વ જ પ્રકટ થાય છે, છેત્રી ન શકીએ

પાપ ના પછીના નિવૃત્તિ કાળ ને સંભાળી લેજો, નહિ તો પાપ કર્મ નિકાચિત કરી દેશો

ધર્મ પાછળ રડે એ કરેલા ધર્મ ને બાડી નાખે, પાપ પાછળ રડે એ કરેલા પાપ ને બાડી નાખે.

કરેલા ધર્મ ની સતત અનુમોદના અને કરેલા પાપ નું સતત પશ્ચાત્તાપ નિવૃત્તિ કાળ માં કરતા રહેજો

નિવૃત્તિ કાળ એ કેળ ના તાર કરતા પાતળો છે અને કાંચ ના વાસણ જેવી નાજુક છે. બઉ સંભાળવું પડે

Комментарии

Информация по комментариям в разработке