Std.10મારા માધવને દીઠો છે ક્યાંય? gujarati poem 5 @vasant teraiya Mara Madhav ne

Описание к видео Std.10મારા માધવને દીઠો છે ક્યાંય? gujarati poem 5 @vasant teraiya Mara Madhav ne

મારા માધવને દીઠો છે ક્યાંય ?
-હરીન્દ્ર દવે
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક
ઢૂંઢે કદંબની છાંય,
મારગની ધૂળને ઢંઢોળી પૂછે,
મારા માધવને દીઠો છે ક્યાંય ?
યમુનાનાં વ્હેણ તમે મૂંગા છો કેમ ?
અને રાધાની આંખ કાં ઉદાસ ?
વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં
સરતી આ સાંજનો ઉજાસ.
બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી,
રાતરાણી ઝાકળથી ન્હાય... મારા....
ઊડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે,
સાચવશું સુવાળા રંગ;
મારી તે મોરલીના આભમાં ઊગે છે એક,
શ્યામના તે નામનો મયંક
જળમાં તે તેજ એનું એવું રેલાય હવે,
પાતાળે હરિવર પરખાય... મારા....

CREATE BY VASANT TERAIYA 9687150200
પ્રેરણા અને માર્ગદર્શન ડો. અંજના એસ.મોદી

Комментарии

Информация по комментариям в разработке