પુછે રૂક્ષ્મણી નાથ કેમ રે દુભાણા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

Описание к видео પુછે રૂક્ષ્મણી નાથ કેમ રે દુભાણા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________________________________
કૃષ્ણ કનૈયા વસે દ્વારકા ધામમાં
ગોમતીજી ગાજે ઘરને આંગણે રે
સોનાના સોગઠાને રૂપાની ચોપાઈ
કાનો રુક્ષ્મણી રમેશ ચોગઠે રે
રમતા રમતા વાલા ની આંખો ભીંજાણી
મનડા ઉદાસ થયા શ્યામ નારે
પૂછે રૂક્ષ્મણી નાથ કેમ રે દુભાણા
કેમ રે આંખોમાં આંસુ આવીયા રે
સોનાની દ્વારકા ને રીધી સીધી આંગણે
અષ્ટ પટરાણી આપે હાજરી રે
નોકર સાકરને વળી હાથીને ઘોડલા
શેના તે દુઃખ સામા આવ્યા રે
કહે કૃષ્ણજી સુણો રુક્ષ્મણી રાણી
સુણો અમારા મનની વાતડી રે
આજે અમને અમારા જશોદામાં સાંભર્યા
યાદ આવ્યું છે ગોકુળ ગામડું રે
જશોદા માતા જ્યારે જમવા બોલાવતા
દોડી ગોકુળ ગલીમાં ભાગતો રે
દોડી પકડીને માતા માખણ ખવડાવતા
ખોળે બેસાડી લાડ લડાવતા રે
ખંભે બેસાડી બાબા વ્રજમાં લઈ જાતા
ગાયો ચરાવતા શીખવાડ તારે
વ્રજ ની ગોપીઓ જ્યારે રાવે રે આવતી
સાચી ખોટી રાવ સંભળાવતી રે
માતા જશોદા મને સોટી થી મારતા
પછી પાછળથી પોતે રડતા ર
જે દિવસે માએ મને ખાંડણી એ બાંધ્યો
તે રાત્રે માતા નહોતા ઊંઘ્યા રે
વહેલી સવારે માતા જશોદામાં જાગીયા
વહાલ કરી ખોળે બેસાડી ઓ રે
દોરડા ના વાઢ પર માયે મલમ લગાડ્યો
ધૃસકે ને ધૃસકે માતા રડી પડ્યા રે
તે દિવસે માએ મારી માફી રે માંગી
નહિ રે મારવાના વચનો આપીયા રે
આવી માતાને હું તો કેમ કરી વિસરૂ
કેમ કરી ભૂલું ગોકુળ ગામડું રે
સોનાની દ્વારકા મને કડવી રે લાગે
વાલુ વનરાવન મીઠું લાગતું રે
56 ભોગ મને ભલે ધરાવતા
માખણને રોટી લાગે મીઠડા રે
વાલી ગાયુ ને મારા વાલા ગોવાળિયા
યમુના નો આરો કેમ વીસરૂ રે
સ્વાસે શ્વાસે મારી રાધા પોકારે
એને તરછોડી વ્રજમાં એકલી રે
અક્ષરો હોય તો કોઈને વાંચીને બતાવીએ
દિલડાના દર્દ કેમ વાંચવા રે
રાણી રુક્ષ્મણી તમને કેમ રે સમજાવું
ગોકુળની તોલે ના આવે દ્વારકા રે
ગોકુળમાં જઈને કોઈ દેજો સંદેશો
નંદ જશોદાના કાનમા રે
એકેય દિવસ મારે એવો નથી ઉગ્યો
તમને સંભાર્યા વિના નો પોઢિયો રે
આટલું કહેતા વાલા ની આંખો ભીંજાણી
જગતને હસાવનાર રડી પડ્યા રે
કૃષ્ણા કનૈયા વસ છે દ્વારિકા ધામમાં
ગોમતીજી ગાંજે ઘરને આંગણે રે

Комментарии

Информация по комментариям в разработке