કલ્યાણપુર તાલુકા પંચાયત ખાતે વિચરતી વિમુક્ત જાતિ ના દાખલા કઢાવવા જતા કલ્યાણપુર ટી.ડી.ઓ ઉશ્કેરાયા.

Описание к видео કલ્યાણપુર તાલુકા પંચાયત ખાતે વિચરતી વિમુક્ત જાતિ ના દાખલા કઢાવવા જતા કલ્યાણપુર ટી.ડી.ઓ ઉશ્કેરાયા.

કલ્યાણપુર તાલુકામાં ઘણા સમય થી વિચરતી વિમુક્ત જાતિઓ ના દાખલા કલ્યાણપુર ટી. ડી. ઓ દ્વારા કાઢી આપવામાં આવતા નથી જેને પગલે અરજદારો એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવા છતાં પણ ટી. ડી. ઓ દ્વારા હજુ પણ વિચરતી વિમુક્તી જાતિના દાખલા આપવામાં આવતા નથી. કલ્યાણપુર તાલુકામાં આવતી નગરપાલિકા રાવલ ના દાખલા મામલતદાર શ્રી પાસે થી નીકળે છે તો ટી.ડી . ઓ સાહેબ દાખલા આપવાની ના શું કામ પાડે છે.તેમજ અન્ય તાલુકા અને જિલ્લા માં વિચરતી વિમુક્ત જાતિ ના દાખલા કાઢી આપવામાં આવે છે તો શું કલ્યાણપુર એ ગુજરાત માં નથી આવતું કે શું ? કેમ કે અન્ય બધી જગ્યા એ દાખલા નીકળે છે તો કલ્યાણપુર માટે કોઈ અલગ થી નિયમ કે પરિપત્ર હોઈ એવું હાલ આભાસ થઈ રહ્યો છે. તેમજ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કલ્યાણપુર તાલુકાના ટી.ડી.ઓ દ્વારા દાખલા કાઢી આપવામાં આવતા નથી અમારા બાજુના તાલુકા ખંભાળિયા માં વિચરતી વિમુક્ત જાતિ ના દાખલા કાઢી આપવામાં આવે છે તે પુરાવા સહિત રજૂ કરવા છતાં અમોને દાખલા કાઢી આપવામાં આવતા નથી જેને લીધે અમો અમોને મળતા લાભો થી વંચિત રહી જઈએ છીએ હવે જોવાનું રહ્યું કે શું આ બાબતે સરકાર શ્રી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવે છે કે શું.

Комментарии

Информация по комментариям в разработке