સીતાજીના દુઃખડા ગવાય || આંખોમાં આંસુ આવે એવું માતા સીતાનું કીર્તન || Radhe Krishna kirtan લખેલું છે

Описание к видео સીતાજીના દુઃખડા ગવાય || આંખોમાં આંસુ આવે એવું માતા સીતાનું કીર્તન || Radhe Krishna kirtan લખેલું છે

   • સુખ દુખ તો આવે જીવનમાં || ગુજરાતી કીર...  
સીતાજી ના દુખડા ગવાય

સીતાજીના દુઃખડા ગવાય
અયોધ્યા ની રાણી ધરતીમાં સમાઈ
લવકુશ કરે છે પોકાર માંતા મારી ધરતીમાં સમાઈ
મિથિલા નગરના રાજા જનકજી
કુવરી એના સીતાજી કહેવાય જાનકી ધરતીમાં સમાય
અયોધ્યા ના રાજ જોઈને સીતાને પરણાવ્યા
સપને ના જોયા એને સુખ જાન કી ધરતીમાં સમાઈ
રાજારામ ચંદ્ર ની રાણી કેવાતા
ધોબી બોલ્યો છે કડવા વેણ જાનકી ધરતીમાં સમાય
રામે સીતાજી નો ત્યાગ જ કર્યો
લક્ષમણ વનમા મુકવા જાય જાનકી ધરતીમાં સમાય
રામે અયોધ્યામાં યજ્ઞા આ દરીયો
સોનાના સીતાજી ઘડાઈ જાનકી ધરતીમાં સમાઈ
યજ્ઞના ના અશ્વને છૂટો રે કર્યો
લવ કુશ ઘોડો લઈને જાય જાનકી ધરતીમાં સમાઈ
અયોધ્યા ની સેના યશવ લેવા આવી
યુદ્ધ ત્યાં તો જોયા જેવા થાય જાનકી ધરતીમાં સમાય
સેના હારી પછી હનુમાનજી આવ્યા
ભરત શત્રુધ્ન હારી જાય જાનકી ધરતીમાં સમાય
અયોધ્યા ના રાજા રામ વનમાં આવ્યા
લવ કુશ ને પૂછે પરિચય જાનકી ધરતીમાં સમાઈ
લવ કુશ ને પૂછે એના નામ જાનકી ધરતીમાં સમાય
કોણ તમારી માતા ને કોણ તમારા પિતા
શું છે બાળક તમારા નામ જાનકી ધરતીમાં સમાઈ
સીતા છે માતાને રામ અમારા પિતા
લવકુશ અમારા નામ જાનકી ધરતીમાં સમાઈ
અવાજ સાંભળીને માતા સીતાજી આવ્યા
સાથે દોડીયા છે ઋષિ રાય જાનકી ધરતીમાં સમાઈ
લવ કુશ ને લઈને સીતા મઢી માયા
રામજીને કરે છે પ્રણામ જાનકી ધરતી મારે સમાઈ
અયોધ્યા ના લોકોએ જાનકીને ના જાયણા
પાછા માગે છે પ્રમાણ જાનકી ધરતી મારે સમાઈ
લવ કુશ ને લઈને સીતારામ પાસે આવ્યા
લવ કુશ ને સોપે રામ ને હાથ જાનકી ધરતી મારે સમાઈ
હાથ જોડીને સીતા ધરતીને વિનવે
માતા મને ખોળામાં રાખ જાનકી ધરતી મારે સમાઈ
સોનાનો રથ લઈને વસુંધરા આવ્યા
સીતાજી ને લઈને ચાલ્યા જાય જાનકી ધરતી મારે સમાઈ
જુઠા જગતના જુઠા છે માનવી
સીતાજી ને જાણે નહીં કોઈ જાનકી ધરતી મારે સમાઈ
હાથ જોડીને સીતા ધરતીને કહે છે
માતા કોઈને દોષ ના દેવાય જાનકી ધરતી મારે સમાઈ
સીતાજી ની વેદના જે ગાય
દુઃખ એના સર્વે તળી જાય છે
વૈકુંઠમાં વાસ એનો થાય જાનકી ધરતી મારે સમાઈ
સીતાજીના દુઃખડા ગવાય અયોધ્યા ની રાણી ધરતીમાં સમાય

🙏🙏🙏 જય માતા સીતાની
#gujaratibhajan
#kirtan
#radhekrishnabhajan
#satsangi_bhajan
#ગુજરાતીકીર્તન
#gujaratikirtan

Комментарии

Информация по комментариям в разработке