કોઈ તો બતાવો અમને જાનકી || નીચે લખેલું છે કિર્તન || વસમો લાગે સીતાનો વિયોગ || કષ્ટભંજન કિર્તન

Описание к видео કોઈ તો બતાવો અમને જાનકી || નીચે લખેલું છે કિર્તન || વસમો લાગે સીતાનો વિયોગ || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ____________________
કોઈ તો બતાવો અમને જાનકી રે
હે વસમો લાગે સીતાનો વિયોગ રે.
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સુના મંદિર ને સુના માળીયા રે
હે સુના છે કાંઈ સરીયુ કેરા ઘાટ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
એક વાર બોલો ને વન ના મોરલા રે
હે કોયલડી કરે નહીં ટહુકાર રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સુના લાગે છે વન ના ઝાડવાં રે
હે વડવાયુ કાંઈ આપે નહિ જવાબ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
વસમી વિજોગણ બની વિજળી રે
હે આભ ને કાંઈ લાગે ઘણું દુઃખ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
મૃગલો મારી ને રામ આવ્યા રે
હે મઢુલી એ ઉડે કાળા કાગ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સીતા વિના ની સુની ઝુંપડી રે
હે સુના છે કાંઈ બાગ બગીચા રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
રામ રૂવે ને લક્ષ્મણ વિનવે રે
હે ઘેલા શું રૂવો મારા વીર રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
વિસ પરણાવશુ સુંદરી રે
હે સીતા પાડશુ વહુ ના નામ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
જળ છલકે કમળ નવ નીપજે રે
હે ઘરે ઘરે સીતા ના હોય રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
રામનો વીયોગ કોઈ ગાય છે રે
હે શ્વાસે શ્વાસે સરીયુ જી મા નાય રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
હે વસમો લાગે સીતાનો વિયોગ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે

Комментарии

Информация по комментариям в разработке