સફેદ મૂસળી એટલે સફેદ સોનું....!safed musli farming सफेद मुसली की खेती

Описание к видео સફેદ મૂસળી એટલે સફેદ સોનું....!safed musli farming सफेद मुसली की खेती

ખેતીવાડી

પાક અને પાક ઉછેર પદ્ધતિઓ

પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

રાજ્ય:

સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

જમીન અને આબોહવા

વૃધ્ધિના વિવિધ તબકકા

વાવણી પૂર્વેની તૈયારી

વાવણી

ખાતર અને પિયત

પાછલી માવજત

રોગ અને જીવાત

કાપણી

સૂકવણી

બિયારણ તરીકે સંગ્રહ

સફેદ મુસળીના બિયારણ મેળવવા માટેના સરનામા

સફેદ મુસળી જે શકિતવર્ધક તરીકે મહત્વનું ઓૈષધીય મૂલ્ય ધરાવતી કિંમતી વનસ્પતિ છે. દેશ વિદેશમાં વધતી જતી માંગ તથા માંગના પ્રમાણમાં જંગલોમાં ઘટતા જતા ઉત્પાદનના કારણે હાલમાં તેના ભાવ વધી રહયા છે. ઔષધિ તરીકે તેના કંદમૂળ વપરાય છે જે મુસળી તરીકે ઓળખાય છે.ગુજરાતમાં મુસળી ના બે પ્રકાર જોવા મળે છે. પ્રથમ પ્રકારની મુસળી થડની નીચે જમીનમાં એક જગ્યાએ ઝૂમખામાં બેઠેલી હોય છે જે સાથી મુસળી છે. તેનું વૈજ્ઞાનિક નામ કલોરોફાયટમ બોરીવીલીયેનમ છે. આ મુસળી નું ઔષધીય મૂલ્ય વધુ હોઈ તે કિંમતી છે. પરંતુ જંગલોમાં તેનું પ્રમાણ હવે નહિવત રહયું છે. જેથી તેની ગણના હાલ થતી વનસ્પતિ તરીકે થાય છે. બીજા પ્રકારની મુસળી થડની નીચે જમીનમાં મગફળીની જેમ તંતુની નીચે છૂટી બેઠેલી હોય છે જે ખોટી મુરાળી તરીકે જાણીતી છે. આ પ્રકારની મુસળી નું વૈજ્ઞાનિક નામ કલોટોફાયટમ ટયુબરોયમ છે. જંગલોમાં આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની મુસળી ના છોડ સાચી મુસળી કરતાં વધુ જુસ્સાવાળા હોય છે. સાચી મુસળી ની અવેજીમાં આ મુસળી ઘણીવાર વપરાય છે. પરંતુ તેનું ઔષધીય મુલ્ય નહિવત છે.
જંગલોમાં બંને પ્રકારની મુસળી એક સાથે ઉગતી હોય છે. સફેદ મુસળી ગુજરાત ઉપરાંત રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના જંગલોમાં પણ જોવા મળે છે. તે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ભરુચ તથા ડાંગ જિલ્લાઓમાં ડુંગરોના ઢોળાવો પર થાય છે. સાચી મુસળી ના દરેક છોડમાં મુસળી ની સંખ્યા ૧ થી ૧૦ કે તેથી પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. તેની લંબાઈ ૩ થી ૧૦ સે.મી. હોય છે. તેના પોષકદ્રવ્યોમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ, ૪ર% પ્રોટીન ૮ થી ૯ % રેશા ૩ થી ૪ % તથા સેપોનીન ૪% જેટલું હોય છે.
સફેદ મુસળી ના છોડ ઉપર પ્રમાણમાં ઓછા ફૂલ બેસે છે તથા બીજનો ઉગાવો પણ ઓછો છે. ઉપરાંત બીજ બેસે તો અગાઉ તેને ખોદી લેવામાં આવે છે જેથી જંગલમાં કુદરતી રીતે તેનું સંવર્ધન ઘણું ઓછું છે. ઉપરાંત તેની ઉંચી બજાર કિંમત મળવાના કારણે જંગલોમાંથી તેનું પોદાણ તુષ્કળ પ્રમાણમાં અનિયંત્રિત રીતે થતું રહયુ છે. જેથી જંગલોમાં પણ હવે તેનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે.
ગુજરાત તથા અન્ય રાજયોમાં નાના પાયે તેની ખેતી શરુ થઈ રહી છે.સફેદ મુસળીમાં પાયાના અભ્યાસ તથા અનુભવના આધારે તૈયાર કરેલ ખેતી પધ્ધતિની માહિતી નીચે મુજબ છે.

જમીન અને આબોહવા

સફેદ મુસળીને સારા નિતારવાળી વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી રેતાળગોરાળુ, ગોરાળુ કે મધ્યમ કાળી જમીન તથા ગરમ અને ભેજવાળુ વાતાવરણ માફક આવે છે. ઉપરાંત વૃધ્ધિ દરમ્યાન છોડ તથા મુસળીના વિકાસ માટે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે.

વૃધ્ધિના વિવિધ તબકકા

વાવણીની વિગત જાણતા પહેલાં સફેદ મુસળીની વૃધ્ધિના વિવિધ તબકકા વિષે માહિતગાર થવું જરૂરી છે. સફેદ મુસળીનું સંવર્ધન બીજ તથા કંદથી થાય છે. તેના બીજ માંથી ઉછરેલ છોડમાં મુસળી બેસી વૃધ્ધિના જુદા જુદા (ત્રણ ૠુતુ)તબકકા માંથી પસાર થયા બાદ જ બજારમાં વેચાણલાયક વિકસિત મુસળી તૈયાર થાય છે.

પ્રથમ તબકકો : પ્રથમ વર્ષે ચોમાસામાં બીજમાંથી છોડની વૃધ્ધિ થાય છે. ત્યારે તેમાં મોટા ભાગે એક મુસળી બેસે છે જે પ્રમાણમાં નાની હોય છે. બીજમાંથી ઉછરેલ છોડ પ્રમાણમાં નાનો રહે છે તથા તેના પર ફૂલ બેસતા નથી. ચોમાસુ પુરુ થતા છોડ સુકાઈ જાય છે. જંગલોમાં આવી મુસળી બીજા વર્ષના ચોમાસા સુધી જમીનમાં રહે છે.

બીજો તબકકો  : પ્રથમ વર્ષના છોડની મુસળી જે મોટાભાગે એકની સંખ્યામાં હોય છે. તેમાં ચોમાસુ શરુ થાય એ પહેલાં હવામાંનો ભેજ વધતાં સ્ફૂરણ થવા માંડે છે. આવી મુસળીમાંથી સારો વરસાદ થતાં છોડનો વિકાસ થાય છે. પ્રથમ વર્ષની મુસળી માં સંગ્રહ થયેલ ખોરાક બીજા વર્ષમાં છોડ તથા મુસળીના વિકાસ માટે વપરાય છે તથા પ્રથમ વર્ષની મુસળી ૩૦ થી ૪૦ દિવસમાં પોચી પડી સુકાઈ જાય છે. બીજા વર્ષનો છોડ પ્રમાણમાં મોટો થાય છે. તેમાં ફૂલ પણ બેસે છે. બીજા વર્ષે છોડમાં તૈયાર થયેલ મુસળી કરતાં વધુ વિકસિત હોય છે. ચોમાસુ પુરુ થતાં છોડના પાન સુકાઈ જાય છે. આવી મુસળી જમીનમાં બીજા વર્ષના ચોમાસા સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે.

ત્રીજો તબકકો :ત્રીજા વર્ષે ચોમાસુ પુરુ થાય તે પહેલા ભેજ વધતાં બીજા વર્ષની જેમ જમીનમાં રહેલી મોટા ભાગની મુસળીમાં સ્ફૂરણ શરુ થાય છે. ચોમાસુ બરાબર બેસી જતા તેમાંથી છોડની વૃધ્ધિ શરુ થાય છે. આગળના વર્ષની મુસળીમાં સંગ્રહેલ ખોરાક નવી મુસળી તથા છોડના વિકાસમાં વપરાય છે.ત્રીજા વર્ષની મુસળીનો છોડ અગાઉના વર્ષ કરતાં વધુ જુસ્સાવાળો હોય છે. છોડમાં પાનની સંખ્યા, લંબાઈ તથા પહોળાઈ અગાઉના વર્ષ કરતાં વધુ જોવા મળે છે. ઘણી વખત મુસળીના એક જ ઝુમખામાંથી બે કે વધુ છોડની ફૂટ થયેલ જોવા મળે છે. તથા બે થી વધુ પુષ્પવિન્યાસનો વિકાસ થયેલ જોવા મળે છે. અગાઉના વર્ષ કરતાં ફૂલ પણ વધુ બેસે છે. છોડમાં મુસળીની સંખ્યા ચારથી દસ જેટલી હોય છે. તથા વિકાસ પણ સારો જોવા મળે છે. બીજા વર્ષે મોટાભાગની મુસળીની લંબાઈ પ સે.મી. કે તેથી વધુ હોય છે. ચોમાસુ પૂર્ણ તથા પાન સૂકાઈ જાય ત્યારે દસેક દિવસ બાદ જમીનમાંથી ખોદી તેની છાલ કાઢી સુકવવામાં આવે છે. આવી મુસળી બજારમાં વેચાણલાયક બને છે.

તૈયારી

સફેદ મુસળીનું સંવર્ધન બીજ તથા  કંદથી  થાય છે, ને આપણે અગાઉ જોયુ તો છોડમાં ફળ એક સાથે પરિપકવ થતાં નથી તથા પરિપકવ ફળ તરત જ ફાટી જઈ બીજ પડી જાય છે, જે ભેગા કરવા મુશ્કેલ છે. બીજનો ઉગાવો પણ ઘણો ઓછો ( આશરે પ %) હોવાથી તેમજ બીજથી વિકસતા છોડ ઘણા નાના રહેતા હોવાથી વાવણી માટે મુસળી કંદનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
ખેડૂત સુખી તો બધા સુખી

કિસાન સફર

મો 7878261230 - 6355848716

Комментарии

Информация по комментариям в разработке