હે આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટભંજન દેવ સત્ય છે
હે પ્રેમી ભગતો ની હામુ પૂરે હનુમાનજી,કષ્ટભંજન…
એવું સારંગપુર જાત્રા નું ધામ છે, દેવ કષ્ટભંજન એનું નામ છે
હે ઈતો ભગતો ની હામું પૂરે હનુમાનજી, કષ્ટભંજન..
હે આવે દરશન લોકો હજારું, દુ:ખ દુર કરે છે દયાળુ
હોય ભૂતપ્રેત નજરુંય ઉતારે હનુમાનજી, કષ્ટભંજન..
*
હે કષ્ટભંજન તમારી જય જય હો,હનુમાન તમારી જય જય હો
હે કષ્ટભંજન તમારી જય જય હો,હે આંજનેય તમારી જય જય હો
પવનસુત તમારી જય જય હો,હે કષ્ટભંજન તમારી જય જય હો
હે રુદ્ર રૂપ તમારી જય જય હો, રામદૂત તમારી જય જય હો
*
હે કષ્ટભંજન દાદા નાં દીપ નો પ્રકાશ દીપ નો પ્રકાશ
આવો પ્રકાશ બીજે ક્યાંય નો નિહાળીયો
કષ્ટભંજન દાદાની જયજયજય હો
હે દેશ પરદેશ એનાં ડંકા રે વાગીયા
પદયાત્રી આવે લઈ દરશન ની આશ દરશન ની આશ, આવો…
નવખંડ ધરતી પર પ્રકાશ પાથરીયા
ધજા ફરુકે આજ ઊંચે આકાશ ઊંચે આકાશ, આવો…
*
ધન્ય ધરા સૌરાષ્ટ્રની જ્યાં રૂડું સાળંગપુર છે ધામ
હાજર છે હનુમાનજી એનું કષ્ટભંજન છે નામ
હે જોને ચારે દિશા ગુંજતું દાદા હનુમાનજી નું નામ
ડંકો વાગે દેશ વિદેશમાં,દીપે સાળંગપુર ધામ
મંગળ મહિમા અતિ ઘણો કરે પુરણ સહુનાં કામ
આશાયું લઈને આવતા શરણે નર નારી તમામ
*
બજરંગી બળીયા વીર છે મહાન
એ સંકટમોચન દાદા હનુમાન દાદા હનુમાન
સારંગપુર માં પ્રગટ રે બેઠા,ભાવિક ભગતો ગાયે ગુણગાન
દેશ વિદેશમાં ડંકો રે વાગતો,ભોળા માનવનાં છો ભગવાન
*
હે જોયા હાજર હનુમાન સાળંગપુર માં
પ્રગટ દેતા પરચાને પરમાણ રે, માનવીયો મારા હાજર..
હે જુઓ સોના સિંહાસન દાદા શોભતા
હે ચરણે એનાં પનોતી મુંજાય રે, માનવીયો મારા
હે જુઓ ભૂતપ્રેત ભાગે એનાં નામથી
હે શાંતિ થાવે દુ:ખ સઘળા જાય રે, માનવીયો મારા
*
બજરંગી રામ રુદીયે સમાયો નિરાળો અંજની જાયો
બજરંગી ઘરઘરમાં પૂજાયો નિરાળો અંજની જાયો
હે સાગર ઓળંગ્યો પવન વેગે,લંકે ડંકા દીધા
રામનો સંદેશો દઈ સીતામાતાનાં,અંતર શાંત કીધાં
બજરંગી રામ તણો પડછાયો નિરાળો અંજની જાયો
રણમેદાને જેદી લક્ષ્મણ ઘવાયા,સંજીવની લઈ આવ્યા
કષ્ટ હર્યા તમે રામ પ્રભુ નાં,કષ્ટભંજન કહેવાયા
બજરંગી રામ ને મનડે ભાયો નિરાળો અંજની જાયો
*
જય હો બળવંત ગદાવાળા, હનુમાન બાળા બજરંગી
રામ તણી સેવા માં અહર્નિશ જાગે,સેવાનાં બદલામાં કાંઈ નવ માંગે
હે ઈતો તપસી છે મહાતપ વાળા, હનુમાન..
વગડે જગડે કરે રૂડાં રખવાડા,તોડે ભગતો નાં ભવબંધન નાં તાડા
હે વાલો લાલ લંગુટી વાળા, હનુમાન..
*
હે મારે માથે છે દાદા નો હાથ,બીક મને કોની લાગે
કષ્ટભંજન સદાયે મારી સાથ,બીક…
એ મારો રુદીયો રે બોલે સીતારામ, બીક…
એ ભલે દુશ્મન ખેલે ઘણાં દાવ,બીક..
એ ગદા વાળા ઝીલે એનાં ઘાવ, બીક..
એ દાદા કરતા રે રખોપા દીન રાત, બીક..
રાખું નિતી ધરમ જીવનમાંય, બીક..
મોજ કરતો સંતોનાં શરણમાંય,બીક..
હે તારા ખોળામાં ખેલે રામદાસ,બીક..
*
હે મારો હાથ ઝાલનારો હનુમંત છે, હે મારો બેલી બાપો બજરંગ છે જી
મારી જોગીડે જાણી લીધી વેદના,એ મારા દા’ડા ટાળી દીધા દુ:ખ નાં
હે વાલો ભોળીયાનોં ભગવાન છે રે
હે મારા લખેલા લેખ આ લલાટ નાં, દાદા એ બદલી દીધાં એક રાતમાં
હે વાલો મુખે માંગ્યું આપનાર છે રે
*
હે સીતાને શોધવા હાલ્યા બજરંગી,દરિયા કાંઠે આવ્યા જી રે
શ્રી રામ શ્રી રામ નાદ ગજાવ્યા,જગાવ્યા જય જય કારા જી રે
હે રામજી નીં મુદ્રીકા સીતાજી ને દીધી,કુશળ મંગળ સંભળાવ્યા જી રે
રામ નાં સેવક હનુમાન જતીનાં, લંકા માં ડંકા વાગ્યા જી રે
સીતાજી નાં સમાચાર લઈને બજરંગી,રામજી પાસે આવ્યા જી રે
રામ ભક્ત હો તો આવા રે હોજો,વાનરો એ ગુણ ગાયા જી રે
*
હે તમે પ્રગટ છો પવનકુમાર રે, કષ્ટભંજન દાદા
હે હાજર દીઠાં સાળંગપુર ધામ રે, કષ્ટભંજન દાદા
હે તમે દુ:ખીયા નાં દયાળુ દેવ રે,કષ્ટભંજન દાદા
હે તમને અધમ ઉદારવાની ટેવ રે, કષ્ટભંજન દાદા
હે તમે મુખે માંગ્યું છો દેનાર રે, કષ્ટભંજન દાદા
હે મારા જીવનનાં આધાર રે, કષ્ટભંજન દાદા
*
હે રટીયે બજરંગ બલી નું નામ, હે રૂદીયો માં રાખી સીતાને રામ
અંતરજામી છે અંજની કુમાર, દયાળુ સઘળા સુધારે કામ
હાલો હાલો દરશન કરવા તમામ, એ શ્રીફળ, સુખડી,આકડા નીં માળ
*
એવી તાળી પાડો તો હનુમાનનીં રે બીજી તાળી નાં હોય જો
એવી વાતું કરી લ્યો સીતારામની રે બીજી વાતું નાં હોય જો
હે આ સેવા સેવામાં ઘણો ફેર છે રે,કોને સેવા કેવાય જો
સેવામાં હનુમાન નેં રામ મળ્યા રે એને સેવા કેવાય જો
હે આ ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે કોને ભક્તિ કેવાય જો
હે એવી ભક્તિ માં હનુમાનનેં રામ મળ્યા રે એને ભક્તિ કેવાય જો
*
સાળંગપુર નો નાથ મારો કષ્ટભંજન દેવ છે એણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વ્હાલા,મને ભક્તિ માં પ્રિતડી જગાડી રે
એ કષ્ટભંજન દેવ હાજરાહજૂર છે એણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વ્હાલા,મને ભક્તિ માં પ્રિતડી જગાડી રે
*
હે ભેળા રેજો દાદા ભેળા રેજો, ભક્તો નો ભાવ જોઈ ભેળા રેજો
એ રક્ષા કરજો દાદા રક્ષા કરજો, ભગતો ની દાદા રક્ષા કરજો
હે ભૂતડા ભાગે દાદા ભૂતડા ભાગે, હનુમંત હાકથી ભૂતડા ભાગે
હે સુખડા પામે સહુ સુખડા પામે, હનુમંત શરણે સુખડા પામે
હે આશિષ દેજો અમને આશિષ દેજો, કષ્ટભંજન દેવ આશિષ દેજો
શરણે લેજો અમને શરણે લેજો, કષ્ટભંજન દેવ શરણે લેજો
*
મૈયા ઢુંઢ રહી કીસીને હનુમાન દેખા
મૈયા હનુમાન હમનેં આસમાન મેં દેખા
સૂરજ પકડતે હુએ બાલાજી હનુમાન દેખા
મૈયા હનુમાન હમનેં લંકા મેં દેખા
નગરી જલાતે હુએ બાલાજી હનુમાન દેખા
*
જય હો ભક્તો નાં રખેવાળ માતા અંજની કેરા બાળ
હે જગમાં પ્રગટ છો પ્રતિપાળ, માતા..
જનમ થતાં આભલીયે ઉડ્યા, છલાંગ દઈનેં સૂરજ ગળીયા
થયો જગમાં જય જય કાર, માતા..
સહુ દેવોએ વિનંતી કીધી પછી સૂરજને મુક્તિ દીધી
ટાળ્યો અવનિ નોં અંધકાર, માતા..
*
હે.હનુમાન હાંકે ભૂતડા ભાગે ડાકણ નેં ચુડેલું ડરે
ભલાઈ કરતાં ભક્તિ કરજો,સંકટ સઘળા તો હરે
સંતોને દ્વારે ચોકી કરતાં સેવામાં સાવધાન જી
સાળંગપુર નાં ધામે શોભે, દુ:ખહરણ હનુમાનજી રે જી રે
હે.અહંકાર ભરીયા નાશ કરીયા,કઈક અસુરો કાપીયા
કરે રખોપાં રામ સેવક નાં,અનેક ભક્તો તારીયા
છો વજ્ર દેહી રામ પ્રેમી, વેગે સૂર્ય સમાન જી
સાળંગપુર નાં ધામે શોભે,દુ:ખહરણ હનુમાનજી રે જી રે
Информация по комментариям в разработке