શીતળા સાતમ ની સંપૂર્ણ વાર્તા||sitala satam vrat katha in Gujarati|| Gujarati Devotional Varta

Описание к видео શીતળા સાતમ ની સંપૂર્ણ વાર્તા||sitala satam vrat katha in Gujarati|| Gujarati Devotional Varta

#AONEGUJARATI
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી youtube ચેનલ માં

વ્રત કથા: એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બન્ને બહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી.

એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની બહુને રાંઘવા બેસાડી. નાની બહુ મધરાત સુધી રાંઘતી હતી. એટલામાં ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો.

સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું.

નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની બહુ નિકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.
નાની બહુને જોઈ તલાવડીઓ બોલી, "બહેન તું ક્યા જાય છે?"
નાની બહુએ કહ્યું, "હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું."

તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પુછતા આવજો.
નાની વહુ ત્યાંથી આગળ વધી.રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે?

બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું.

આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પુછતી આવજે.

નાની બહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં બેઠાં હતા.

બહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને.

વહુ દળાયું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી જુઆ વીણવા બેસી ગઈ.

થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે "જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો" આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના પગે પડી ગઈ.

વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શિતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

નાની વહુ ખુશી થતી, શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે બહુ આવી, તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ.

બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો.

સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુ:ખી જવાના બદલે જેઠાણી ઊલટાની ખૂશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નિકળી.

રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે ?

જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી .
ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.
તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.

શીતળા માને ટાઢું પાણી કેમ ચઢાવવામાં આવે છે?
તે દિવસે ઠંડુ કેમ ખાવામાં આવે છે?
શીતળા માતા ગધેડા ઉપર કેમ બિરાજમાન છે?
શીતળા માતાની હાથમાં સાવરણી અને માટલું કેમ છે?

શીતળા સાતમ વ્રત કથા
શીતળા માની ઉત્પત્તિની કથા
શીતળા માં કેવી રીતે પ્રગટ થયા
શ્રાવણ વદ સાતમ શીતળા સાતમ ની સંપૂર્ણ કથા
shitla satam vrat katha in Gujarati
sitlama story
shitla mata ki story
shitla mata ki katha
sitala satam varta
sitala satam story
sitala saatam vrat katha
sitala satam sampurn varta
Zomato order to Gujarati satam
swsatam


subscribe A ONE GUJARATI YouTube channel
thank you

Комментарии

Информация по комментариям в разработке