એક દિવસ વૈરાગ્યામૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા તેમની ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામીને આસન આપી વિનયથી પૂછ્યુ: ‘ સ્વામી ! આપની શી સેવા કરું?” નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ અરે ! હું તો તમારી પ્રેમભક્તિ માણવા આવ્યો છું. શ્રીજીમહારાજ સાથેનું કોઈક સંભારણું અને એવું જ કોઈક પદ સંભળાવો.” પ્રેમસખીએ સ્મૃતિને ઢંઢોળી, જૂના એક સ્મરણને તાજું કરતાં બોલ્યા: ‘ સ્વામી ! એકવાર શ્રીહરિ અહીં રાત્રે પધાર્યા હતા.” આ સાંભળતાં જ નિષ્કુળાનંદના મોંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા: “ શું કહો છો? શ્રીહરિ સ્વયં અહીં પધારેલા અને એ પણ રાતે! અહો! ધન્યભાગ્ય તમારા! પ્રેમાનંદ સ્વામીએ વાત આગળ વધારી: “સ્વામી ! ધન્ય ભાગ્ય તો આપણાં સૌનાં છે જ , નહિ તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પરંતુ અફસોસ એ હતો કે એ અધરાતે મહારાજ અહીં આવેલા, પણ હું કીર્તન ગાવામાં એવો તલ્લીન થઇ ગયેલો કે મને ખ્યાલ જ ન રહ્યો કે શ્રીહરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી ત્યારે મનમાં ઘણી ભોંઠપ થઈ, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે ઓરડે આવ્યા ને હું કાઈ સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચના ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી! મહારાજ તો અંતર્યામી છે ને ? મારા અંતરની અભિલાષાને તે પીછાની ગયા ને એક દિવસ ફરી જ્યાં ઓરડી બહાર જોઉં છું ત્યાં શ્રીહરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. તરત જ મારા મુખમાંથી હર્ષમાં ઉદ્ગાર નીકળી પડ્યા: ‘ આજ મારે ઓરડે રે , આવ્યા અવિનાશી અલબેલ ......’ આવા બે પદ લખી નાખ્યાં પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો. પાછા આવીને જોયું તો બીજાં બે પદ મહારાજે લખી નાંખેલા , તે પદ આ છે સાંભળો – ‘બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન : મારે એક વારતા રે સૌને સંભળાવ્યાનું છે મન ....’ મારા રચાયેલા પદના જ ઢાળમાં શ્રીજીમહારાજે પણ બે પદ રચ્યાં. આ વાત મેં કોઈને કહી નથી.’ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ ઓહોહો સ્વામી! ધન્ય છે તમને ને ધન્ય છે તમારી પ્રેમભક્તિ ! આ પદમાં તો શ્રીહરિએ પોતાના સ્વરૂપની, ધામની, શક્તિની વાત સમજાવી છે અને વધુમાં વધુ અવતારના કારણ અવતારી પોતે જ છે એમ પણ સમજાવી દીધું છે!” પ્રેમસખી તો આ સાંભળતાં જ પ્રભુના સ્વરૂપમાં લીન થઇ ગયા. શ્રીજીના લીલા ચરિત્રો સંભારતાં ને સાંભળતા એમનાં રૂંવાડે રૂંવાડે રોમાંચ વ્યાપી જતો ને પ્રેમભાવમાં શ્રીજીસ્વરૂપમાં એવા તો લીન થઈ જતા કે દેહ, સ્થાન, સમય કે દેશકાળનું પણ ભાન તેમને રહેતું નહિ. ઉત્પત્તિઃ- પ્રેમસખી પ્રેમાનંદસ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ. જેમનું હૈયું હંમેશા હરિવર સાથે હેરતું, જેમની આંખોમાંથી અહર્નિશ વિરહ વિલાપનાં આંસુઓ સર્યા છે. જેઓના મુખમાંથી નિશદિન વિયોગાત્મક વાણી જ વરસી છે. જેમનું સારુંયે જીવન જગદીશની ઝંખનામાં જ ઝૂરતું હતું, પોતાના પ્રિતમના અંગે અંગ ઉપર પ્રેમ કરનાર પ્રેમાનંદસ્વામી શ્રીહરિનાં દર્શન વિના એક ઘડી પણ રહી શક્તા નહીં એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામીનાં જીવનની આ એક પ્રેમભીની અલૌલિક ઘટના છે. શ્રાવણ માસની અમાસની રાત્રીએ ઘોર અંધારું છવાઈ રહ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં કોઈ કોઈ વાર વીજળી ઝબકી જતી હતી. ઘેલાના ઘૂઘવટાની સાથે તાલ મિલાવી સારંગીના તાર ઉપર આંગળીઓ ફરી રહી છે. પ્રેમદીવાના પ્રેમાનંદનાં અંતરનાં ઊંડાણમાંથી ‘ક્યારે હવે દેખું હરિ હસતા મારા મંદિરિયામાં વસતા.’ તેમ જ ‘મને વ્હાલા વિરહ સતાવે રે નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ એવી પછાડ ઉપર પછાડ નીકળી રહી છે. જ્યારે ભક્તથી ન રહેવાય ત્યારે ભગવાન પણ અધીરા બને છે. મહારાજને શું મોહ લાગ્યો ? કીર્તનનો, ભાવનો કે પ્રેમાનંદ જેવા ભક્તનો ? અડધી રાતે નહીં દીવો, નહીં દીશા કે નહીં કોઈનો સંગ ! છતાં ક્યાં નીકળ્યા ? સૂરની શાને આગળ વધ્યા, પણેથી ઘૂમરડી ખાઈ આજીજી આવતી હતી કે, ‘પ્રેમાનંદના નાથને કોઈ મારી વિનંતી જઈ સંભળાવે રે , નથી રહેવાતું હવે નહી રહેવાતું’ આભનો સાગર જળ-જળ ભરેલો હતો. અંધારી રાત સમ-સમ કરતી ગગનની કોઈ ખીણમાં સરી પડતી હતી. તો આ બાજુ સારંગીના સથવારે સ્વામીનાં અંતરનો ગહેકેલો શોર સહજાનંદને ખેંચી રહ્યો હતો. પ્રેમસખીએ ગીત ઉપર ગીત ગાતાં-ગાતાં પથ્થર ફાટી જાય એવા કરુણભીના કંઠે કરુણ ગીત ઉપાડ્યું કે ‘ રહેતી નથી હૈયે ધીર વાલમ વિના’ ભક્ત ગાતા રહ્યા અને પ્રેમભીના પાતળિયા પલળતા રહ્યા. સમી સાંજના સાંભળી રહેલા સહજાનંદજી મુગ્ધ થતા હતા. અહો …! કેવું હેત અને કેવી પ્રીત ! અંતે વિરહની વાદલડી વરસતાં-વરસતાં આનંદમાં પરિણમી. અંતરનાં સાગરમાં કોણ જાણે કેવા આનંદની ભરતી આવી ! એકાએક કવિનું હૃદય પલટાઈ ગયું ! જાણે પ્રગટ પ્રભુ પોતાની ઝૂંપડીએ પધાર્યા છે. એવા ભાવનું વિશેષ કીર્તન ઉપાડ્યું, “ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ‘ કહેવાય છે કે પ્રેમભક્તિના એ પૂરમાં પ્રેમાનંદ સ્માધિસ્થ થઈ ગયા. એટલે તેમની પાસે પડેલા કલમ અને કાગળ હાથમાં લઈ અધૂરા રહેલા કીર્તનમાં પાછળનાં બે પદ શ્રીહરિએ પોતે જ લખ્યાં છે. રાતભર પ્રેમાનંદની પ્રેમગલીમાં વિહરતા વાલમજીએ અંતે પ્રેમસખીને ઢંઢોળ્યા. ‘ અરે પ્રભુ ! આપ ક્યારના અહીં આવ્યા છો?”
Kirtan (Religious Practice), Swaminarayan Kirtan, nitya niyam, Bhajan, Swaminarayan Katha, Chesta, aaj mare orde re full very peaceful kirtan, bapsswaminarayan, aaj mare orde, orda, gyanswami, vadtal mandir, swaminarayan dhoon, swaminarayan bhajan kirtan, shreeji kirtan, ghanshyam maharaj, Aaj mare orde re, Aaj mare orde full album, Baps new kirtan, Swaminnarayan new kirtan, Aaj sakhi anand ni heli, Ek same amdavad ma, aaj mare orde re jukebox, baps new jukebox, Baps new album
AAJ MARE ORDE RE | આજ મારે ઓરડે રે | 3D Animation | Orda Na Pad | Pu.Gyanjivandasji Swami-Kundaldham Aaj Mare Orde Re ¦¦ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ...
Информация по комментариям в разработке