અષાઢી બીજ નિમિત્તે - અષાઢીબીજ આવી રે ભક્તોની ભીડ જામી રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)

Описание к видео અષાઢી બીજ નિમિત્તે - અષાઢીબીજ આવી રે ભક્તોની ભીડ જામી રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)

અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે
જગન્નાથ રથમાં હાલ્યા રે પ્રભુની મૂર્તિ પ્યારી રે
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

પ્રભુ ની મૂર્તિ પ્યારી રે જગન્નાથે માયા લગાડી રે
જગન્નાથ લાગે રૂપાળા રે દીનાનાથ દેવ દયાળા રે
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

હું તો જોઈને વારી જાવ ઘેલી બની ગીતો રૂડા ગાઉં
કંકુના સાથીયા રે પુરાવું ઘેલી બની હું તો રે હરખાવ
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

ભક્તો સૌ રંગમાં રંગાયા ત્રિભુવનના નાથ રે આવ્યા
વીરા ને બેની સાથે રે વાલો મારો દર્શન રે આપે
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

આવ્યું મંગળ ટાણું રે સરસપુર લાગે સોહામણું રે
હાથી ને ઘોડા ઝૂમે રે ભક્તો આનંદમાં ઝૂમે રે
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

મગ ને લાપસી રે વેચાય મંગળ રૂડાં ગીતો રે ગવાય
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке