#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
જય શ્રી વરદાયિની માતાજી, ગાંધીનગર, ગુજરાત
जय श्री वरदायिनी माताजी, गांधीनगर, गुजरात
Jai Shri Vardayini Mataji , Gandhinagar, Gujarat
Radheshyam 90239 60692 Only WhatsApp
રૂપાલ ગામમાં વાલ્મિકી , રાવળ અને દેવીપુજક સમાજનું પલ્લી મહોત્સવમાં અપમાન થઇ રહ્યું છે તે રોકવા બાબતે અમેરિકા બેઠા કામ કરી રહ્યો છું. રૂપાલ ગામના ઘણા સારા અને સમજુ ભક્તો સાથે મારી વાત ચાલુ છે, માતાજીની ઈચ્છા હશે તો અમને 2023ની પલ્લીમાં સફળતા મળશે,
કહેવત છે " ખાડો ખોદે તે પડે " અમારો પ્રયત્ન છે કે " પલ્લી મહોત્સવમાં અભિષેકના નામે શુદ્ધ "ઘી " ઢોળે તે રૂપાલ ગામને જાતે સાફ કરે " નહી તો ગંધાતા " ઘી " ની નદી ઘણા દિવસો સુધી રૂપાલ ગામમાં જોવા મળશે. દુનિયાના દરેક સમાચારમાં મુર્ખ રૂપાલ ગામની ચર્ચા હશે. આ ગામના અમુક મૂર્ખા ભક્તોને કારણે વાલ્મિકી , રાવળ અને દેવીપુજક સમાજના લોકોને અશુદ્ધ ઘી લેવું પડે છે. પલ્લી 2023 ના મહિના પહેલા અમદાવાદ આવી જઈશ, અમારી સાથે ઘણા સારા અને સમજુ ભક્તો જોડાઈ રહ્યા છે.
ચેલેન્જ -1
રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે
પલ્લી ઉત્સવમાં કપડાં "ઘી" વાળા થાય તો
પણ "ઘી"ના ડાઘ રહેતા નથી,
કોઈ વ્યક્તિ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે ?
" પ્યોર સુતરાવ કપડું " ,
પોલિયેસ્ટર, નાઈલોન, ટેરીકોટન કાપડનું નહિ.
કપડું રૂ બળે તેમ બળવું જોઈએ.
પલ્લીમાં આવેલા ગરમ " ઘી " માં પલાળી,
જાહેરમાં સાબુ વિના " ઘી "ની ચીકાશ દૂર કરી બતાવી શકશો ?
चुनौती -1
रूपाल गांव के श्रद्धालु व ट्रस्टी कह रहे हैं की
पल्ली त्योहार में अगर कपड़े "घी" वाले होते हैं,
तो भी पर "घी" के दाग नहीं रहते,
कोई मेरे प्यार के साथ चुनौती स्वीकार करने के लिए तैयार है ?
"शुद्ध सूती कपड़ा",
पॉलिएस्टर, नायलॉन, टेरीकॉटन फ़ैब्रिक का नहीं.
कपड़ा रुई तरह जलना चाहिए।
पल्ली में गरम "घी" में भिगो कर,
क्या आप सार्वजनिक रूप से बिना साबुन के "घी" की चिकनाहट को दूर कर सकते हैं ?
Challenge-1
Devotees and trustees of Rupal village are saying that
If the clothes are "ghee" in the Palli festival
But "ghee" stains don't stay,
Anyone ready to accept the challenge with my love?
"Pure Cotton Cloth",
Not of polyester, nylon, terrycotton fabrics.
The cloth should burn as cotton
Soaked in hot "ghee" in the palli,
Can you remove the shine of "ghee" without soap in public?
ચેલેંજ -2
રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે
ગામના રસ્તાવાળું "ઘી" વાલ્મિકી સમાજને વળેલું છે અને
મંદિરનું "ઘી" રાવળ સમાજને વળેલું છે.
મારી ચેલેન્જ છે કે અમે 1000 કરતા વધુ વ્યક્તિઓ
આ બંને જગ્યાનું "ઘી" શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓની હાજરીમાં
ખાવા માટે,
ઘરે લઇ જવા માટે ,
સુખડી બનાવીને ખાવા તૈયાર છે.
માતા વરદાયિની ખરેખર અમારાથી ખુશ નહિ હોય તો
અમને માતાનો કોઈ પણ પ્રકોપ મંજુર છે,
આ પ્રકારનો કોઈ વિડીયો,
કોઈ સમાચાર ચેનલમાં નથી અને
YouTube ચેનલમાં પણ નથી.
આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ.
જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો
માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે.
વર્ષોની પરંપરાને ખોટી બનાવટી છે તે,
સાબિત કરવા તૈયાર છીએ.
ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે,
વર્ષો પહેલાના વડીલોએ "ઘી" જમીન પર ફેંકીને,
માટીવાળું કરી,
શ્રધ્ધાળુઓના પગ નીચે કચડી
ખવડાવવાની પરંપરા શરુ કરી છે.
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું.
21મી સદીમાં
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું.
જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું.
પ્રશ્ન -1
જે શ્રધ્ધાળું માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન . . .
પોતાના 100% ચોખ્ખા " ઘી " માં
તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો ?
જો તમે ન ખાઈ શકતા હોવ તો
રૂપાલ પલ્લીના ઉત્સવ પછી નીચે પડેલું ૨૦૦% ગંદુ કાળું મેશ "ઘી"
રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો કેવી રીતે ખાઈ શકે ?
પ્રશ્ન : 2
રૂપાલના પલ્લી પરંપરા પલ્લીજી પર લાખ્ખો લિટર
પૌષ્ટિક ખાવાલાયક "ઘી" અભિષેક કરી
જમીન પર ઢોળવાનું અને અખાદ્ય, સ્વાસ્થ્યને હાનીકાર ગંદુ માટીવાળું કરવાનું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે ?
પ્રશ્ન : 3
રૂપાલના પલ્લી પરંપરામાં લાખ્ખો લિટર "ઘી" અભિષેક કરી જમીન પર
ઢોલાયેલું અને ગંદુ માટીવાળું પ્રસાદીનું "ઘી" વાલ્મીકિ સમાજે જ લેવાનું અને
બાકીની જ્ઞાતિએ ના લેવું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે ?
પાંડવોના જમાનામાં સુર્ય પુત્ર કર્ણનું સુતપુત્ર કહીને અપમાન થતું હતું અને પાંડવોના જમાનાથી પલ્લીની શરૂઆત કરેલી પરંપરા ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે "ઘી" જમીન પર અભિષેકના નામે ફેંકીને ગામની માટી વાળું કરી, લોકના પગ નીચે કચડીને ખવડાવવાની પરંપરા શરુ કરી છે.
પ્રશ્ન 4
ગામના એક શ્રધ્દ્દાળુએ કહ્યું હતું કે રૂપાલના પલ્લી પરંપરામાં લાખ્ખો લિટર "ઘી" જ્યોત પર અભિષેક થાય તો પણ જ્યોત સળગતી રહે છે, પણ વિડીયોમાં દેખાય છે કે જ્યોત પર તો "ઘી" અભિષેક કરતા જ નથી તો જ્યોત કઈ રીતે બંધ થાય ?
વિડીયો જોયા પછી અમારા " રૂપાલની પલ્લી પર
"ઘી" અભેષેકની પરંપરામાં બદલાવ જરૂરી છે "
લોક જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે નીચેના વોટસએપ ગ્રુપની લિંક દ્વારા જોડાશો
માતા શ્રી વરદાયિની રૂપાલ પલ્લી અભિયાન : https://rb.gy/tcbyvk
YouTube : https://rb.gy/yhwxc
Facebook : https://rb.gy/gp812
PDF: https://rb.gy/yjyae7
સંપૂર્ણ માહિતી જાણવા PDF ડાઉનલોડ કરી જરૂર વાંચશો
" લોક જાગૃતિ અભિયાન " માટે
આપશ્રી પણ અમને વિડીયો બનાવીને આપી શકો છો, અમે અમારી ચેનલમાં અપલોડ કરશું.
રાધેશ્યામ 90239 60692
Информация по комментариям в разработке