Ek Pankhi Aavine Udi Gayu એક પંખી આવી ને ઊડી ગયું | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha

Описание к видео Ek Pankhi Aavine Udi Gayu એક પંખી આવી ને ઊડી ગયું | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha

જય શ્રી કૃષ્ણ 💐🙏

રાગ : છુ લેને દો નાજુક હોઠો કો

એક પંખી આવી ને ઊડી ગયું...
એક વાત સરસ સમજાવી ગયું... એક પંખી...

આ દુનિયા એક પંખી નો મેળો કાયમ ક્યાં રહેવાનું છે,
ખાલી હાથે આવ્યા એવા ખાલી હાથે જવાનું છે,
જેને તે તારૂં માન્યું તે તો અહીંનું અહીં સહુ રહી ગયું... એક પંખી...

જીવન પ્રભાતે જન્મ જ લેવું સાંજ પડે ને ઊડી જાવું,
સગા સંબંધીની માયા મૂડી મૂકી અળગું થાવું,
એકલવાયું આતમ પંખી સાથે ના કંઈ લઈ ગયું... એક પંખી...

પાંખોવાળા પંખીઓ જે ઉડી રહ્યા આકાશે,
ભાન ભૂલી ભટકે ભવરણમાં માયા મૃગજળના આશે,
જગતની આંખો જોતી રહીને, પાંખ વિના એ ઊડી ગયું એક પંખી...

ધર્મ કર્મ લક્ષ્મીગાંઠે સત્કર્મોનો સથવારો, ભવસાગર તરવાને માટે અન્ય નથી કોઈ આરો,
જાતા જાતા પંખી જીવનનો સાચો મર્મ બતાવી ગયું... એક પંખી...

ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને -    / jayabenrajawadha  


Like. Comment. Share. Subscribe.

#EkPankhiAavine #JayabenRajawadha #Jayaben #GujaratiBhajan #Bhajan #LatestBhajan #JayabenNaBhajan #LatestGujaratiBhajan #Krishna #KrishnaBhajan #LatestKrishnaBhajan

Комментарии

Информация по комментариям в разработке